________________
કેપિપુત્ર અને શ્રેણિક પિતાની કથા
{ ૩૮૧ ] सासय-सुक्स्व-तरस्सी, नियअंग-समुभवेण पियपुत्तो ।
जह सो सेणियराया, कोणियरण्णा खयं नीओ ॥१४९।। વિષયસુખના રાગાધીન બની ચક્રરત્ન જેવું ઘર હથિયાર ગ્રહણ કરી ભરત ચક્રવર્તી પિતાના બધુ બાહુબલિને હણવા માટે દોડ્યા. જેનું કથાનક પહેલાં ૨૫મી ગાથામાં કહેવાઈ ગયું છે. હવે ભાયંદ્વાર કહે છે-ઈન્દ્રિય-વિકારના દોષથી વિનિત થએલી ભાર્યા પણ પતિને મારી નાખવાનું પાપ કરે છે. જેમ પ્રદેશી રાજાને સૂર્યકાંતા રાણી મારી નાખ્યા. તે કથા ૧૦૩મી ગાથામાં કહેલી છે. હવે પુત્રદ્વાર ઉદ્દેશીને કહે છે– પુત્રનો નેટ પણ વ્યર્થ કેમ કહેલો છે? શાશ્વત-મેક્ષ સુખ મેળવવા માટે તીવ્ર અભિલાષાવાળા, ક્ષાયિક સમ્યકત્વ હોવાથી નજીકમાં મોક્ષગામી થનાર શ્રેણિક રાજાને પોતાના અંગથી જ ઉત્પન્ન થએલો રસ અને અતિવહાલા એવા કેણિકપુત્રે પિતાના પિતાને મૃત્યુ પમાડયા. (૧૪૭-૮-૯) શ્રેણિક કેણિકની સ્થા આ પ્રમાણે જાણવી.
શ્રી વીરભગવંતની અગ્રભૂમિભૂત એવા રાજગૃહનગરમાં પ્રસેનજિત રાજાને ધારિણું નામની રાણી હતી. તેના ગર્ભથી ઉત્પન્ન થએલ, ઉજજવલ વિરતૃત યશવાળા મનેહાર ગુણવાળો શ્રેણિક નામને પુત્ર હતું, બીજા પણ તેને અનેક પુત્રો હતા. ત્યારે રાજા વિચારવા લાગ્યા કે, “આટલા પુત્રોમાંથી મારો કયો પુત્ર શજ ધુરા વહન કરનાશ થશે?” એક સમયે સવે પુત્રોને પરીક્ષા માટે એક પંક્તિમાં બેસાડયા અને રાજાએ ઘી સહિત પૂણે ખીરનું ભોજન પીરસ્યું. ત્યાર પછી અતિભૂખવાળા શિકારી કુતરાઓને રાજાએ ત્યાં છોડી મૂકયા અને ગુપ્ત રહીને તેઓની ચેષ્ટા જુવે છે. કેઈક પુત્ર તે કૂતરાને દેખીને જ પલાયન થવા લાગ્યા, વળી બીજા કેટલાક કૂતરા થાળ બાટવા લાગ્યા, એટલે નાસી ગયા. બીજા કેટલાક ભૂખ્યા કૂતરાઓ સાથે ભંડણ કરતા હતા, જેથી કૂતરાઓએ એઠાં કરતાં અને ન કરેલાંમાં કશે તફાવત ન રહ્યો.
આ સર્વેમાં એકલો શ્રેણિકકુમાર બીજા કુમારના પીરસેલા થાળ કૂતરા તરફ ધકેલે છે, એટલે તે ખાવામાં લાગેલા કૂતરા શ્રેણિક પાસે આવતા નથી એટલે તેણે ઈચ્છી-પ્રમાણે પૂર્ણ ભોજન કર્યું. રાજાએ વિચાર્યું કે, “રાજ્યને લાયક આ જ પુત્ર યોગ્ય છે કે જે શત્રુને પણ રાજ્ય આપીને મિત્ર બનાવશે એક અનાથાલયમાં અમુક ગણતરીના લાડુ તથા પાણી ભરેલા નવા ઘડા ગોઠવીને તેમાં કુમારોને પ્રવેશ કરાવીને કોઈ વખત રાજાએ તેને કહ્યું કે, “અહિ તમારે લાડુનું ભેજન કરવું અને જળપાન કરવું, પરંતુ લાડુની સંખ્યા એક પણ ઓછી થવી ન જોઈએ, તેમ જ ઘડા ઉપર કરેલી મુખમુદ્રા તૂટવી ન જોઈએ.” હવે કુમાર વિચારમાં પડયા કે, ભૂખ્યા-તરસ્યા ન રહેવું અને લાડુસંખ્યા અને ઘડાની મુદ્રા તૂટવી ન જોઈએ— આ કેમ બને? શ્રેણિક પગે લાડુમાંથી ભુક્કો ખંખેરી કાઢી લીધે અને નવા ઘડામાંથી પાણું ઝરતું હતું, તે
"Aho Shrutyanam