________________
[ ૩૮૦ ]
પ્રા. ઉપદેશમાલાનો ગૂર્જશનુવાદ સર્વે કપાયે નિષ્ફળ નીવડયા, પછી તે નગરમાંથી બહાર નીકળ્યા. જયાં આગળ ગયો, ત્યાં મોટા ખાડા, તેની બે પડખે રાક્ષસો છે, વળી તેની પાછળ હાથી દોડતા આવે છે. આ પ્રમાણે અતિસંકટ-જાળમાં યમરાજાની દાઢામાં પકડાલાની જેમ આવી ફસાઈ ગયા છે. ત્યારે પૂર્વે જેણે સંકેત કરેલ હતું, તેવી સુંદર પદિલાભાર્યાને સંભારી. “અરે પાદિલે! હું આટલા સંકટમાં સપડાય છે, છતાં પણ તું મને દર્શન આપતી નથી? મારા પાપના ઉદયથી તે કબૂલેતી વાત પણ ભૂલી જાય છે !”
આ સમયે નિરંતર શૃંગાર ધારણ કરવા રૂપ રેવે પિદિલાનું રૂપે પ્રગટ કરી પોતાને અતા. મંત્રી તેને કહેવા લાગ્યા કે, “જેનો પ્રતિકાર કરી ન શકાય, તેવા સંકટમાં પડેલા મને બચાવ, અથવા હે પ્રિયે! તેવું કર કે, જેથી મારા પ્રાણ જી ચાલ્યા જાય.” હવે પિદિલા તેને કહેવા લાગી કે, “હે પ્રાણનાથ ! તમે માત્ર રાજ્ય-કાર્યમ વ્યગ્ર બની એકલું પાપ એકઠું કર્યું છે, તેનું જ આ ફલમાત્ર છે. તો જે અત્યાર પ્રવ્રયાને ઉદ્યમ કરે, તે તેનાથી પાપ પલાયન થશે. દુઃખ માત્રથી મુક્ત થશે, એટલું જ નહિ, પરંતુ આ પ્રત્રજયાના પ્રભાવથી શાશ્વત મોક્ષ પણ મળશે. મેં પણ પ્રત્રજ્યાનું પાલન કરીને દેવપણું મેળવ્યું. અત્યારે તમને પ્રતિબોધ કરવા માટે આવેલ છું, માટે હવે વિલંબ ન કરો.”
તેનું આ વચન સાંભળીને, અંગીકાર કરીને મંત્રીએ કહ્યું કે, તે બહુ સારું કર્યું, પરંતુ એક પ્રશ્ન કરું તેને જવાબ આપ કે, મારા પર રાજ શા માટે કોપાયમાન થયા? (૫૦) હવે દેવતાએ આ દેવમાયા સંહરી લીધી, એટલામાં મંત્રીને સમજાવવા અને પોતાની અવજ્ઞાને પત્તાપ કરવા કનકવજ રાજા ત્યાં આવ્યા.
જાએ મંત્રીને કહ્યું કે, “આ મારો મોટો અપરાધ થયો છે. તે વખતે મારી બુદ્ધિમાં ભ્રમ ઉત્પન થશે, એટલે અજ્ઞાનપણામાં સર્વ બની ગયું છે, તે હવે તમારે તેની મને ક્ષમા આપવી અને મનમાં લગાર પણ આ અપરાપ ધારણ ન ક૨વો.” પછી દેવને જવાની રજા આપી, મંત્રીએ તેનું સર્વ વચન સ્વીકાર્યું', રાજા પશ્ચાત્તાપ કરી, મંત્રીને સમજાવી નગરની અંદર લઈ ગયો. અવસરે રાજાને મનાવીને મહાઋદ્ધિ પૂર્વક દીક્ષા અંગીકાર કરીને તીક્ષણ તરવારની ધારા સરખું તીવ્રતપ કરવા લાગે. પૂર્વજન્મમાં ભણેલાં સર્વ પૂ સ્મરણમાં આવી ગયાં. સમય પાકયા, ત્યારે પકશ્રેણ પર આરૂઢ થઈ માપદ પામ્યા, (૫૫) તેતલિપુત્ર-કથા પૂર્ણ હવે ભાઈ દ્વારને આશ્રીને
विसय-सुह-रोग-वसओ, घोरों भायाऽवि भायरं हणइ । आहाविओ वहत्थं, जह बाहुबलिस्स भरहवई ॥१४७॥ भज्जाऽवि इंदिय-विगार-दोस-नडिया करेइ पइपावं । जह सो पएसिराया सूरियकंताई तह वहिओ ॥१४८॥
"Aho Shrutgyanam"