SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ તેટલીપુત્ર અને પિટ્ટીલ–દેવની કથા [ ૩૭૯ } પણું પામે, તો તારે મને ધર્મમાં સ્થાપન કરી સ્થિર કરો.” આ પ્રમાણે પ્રત્રય પામીને સારી રીતે તેનું પાલન કરીને અલ્પકાળમાં અનશનવિધિપૂર્વક મૃત્યુ પામીને તે દેવલોકમાં ગઈ. કોઈ સમયે કનકકતુ રાજા પણ મૃત્યુ પામ્યા. લોકો અતિ આકુલ-વ્યાકુલ થઈ ગયા, શત્રુરાજાઓ પણ ઉગ્ર બનવા લાગ્યા, (૨૫) ત્યારે પદ્માવતી રાણીએ સામંતે મંત્રી અને નગરજનોને બોલાવીને કહ્યું કે, “અરે ! તમે આટલા આકુલ કેમ બની થયા? કપવૃક્ષ સરખા મારા અંગથી ઉતપન્ન થએલે કનકધ્વજ નામનો પુત્ર રાજાના ભયથી તેતલિમંત્રીના ઘર મેં વૃદ્ધિ પમાડે છે, તેને તમે અત્યાર સુધી જાણે નથી, પરંતુ તે શોભાયમાન અસાધારણ પરાક્રમવાળે છે, તેને પિતાના રાજ્ય પર થાપન કરો અને મોહ-મુંઝવણને ત્યાગ કરો.” એટલે અધિકારી વગેરેએ તે પ્રમાણે કર્યું અને પદ્માવતી એ નવા રાજાને કહ્યું કે, “હે પુત્ર! આ તેતલિએ તને પ્રાણો આપેલા છે. અર્થાત્ તને મરણથી બચાવ્યા અને રાજય લક્ષમીનો ભાવ અપાવે છે. શું આ કોઈ બીજાને પ્રભાવ છે ? તેને પૂછયા સિવાય તારે કાંઈપણ ન કરવું, કે કોઈને આજ્ઞા આપવી નહિં, ત્યારપછી તેણે સર્વ રાજ્ય કાર્યોમાં તે બુદ્ધિશાળીને થાપન કર્યું. નિશ્ચિત બનેલ કનકવજ રાજા પિતે તે મનગમતા વિષયે ભગવતે હો. હવે તેતલિપુત્ર મંત્રી પણ તીવ્ર બેટા અભિમાનથી થએલા મન્મત્ત મનવાળો હંમેશાં રાજસભાના પ્રભાવથી લોકોને આકરી શિક્ષાઓ વગેરે કરવા લાગ્યા. કોઈ દિવસ ધર્મ કરતે નથી, તેને ધર્મનું નામ પણ બિલકુલ સહન થઈ શકતું નથી. એટલે પિદિલાવ આવીને તેને પ્રતિબોધ કરે છે. દેવ જાણે છે કે, રાજાની મહેરબાની રૂપી વાયુથી વ્યાકુલમનવાળો પ્રતિબોધ પામશે નહિં, તે હવે રાજા, સામતે, નગરકોનાં મન તેના પ્રત્યે વિપરીત કરી નાખ્યું. જ્યારે સવારે મંત્રી રાજસભામાં રાજાના પગે પડવા થયો, ત્યારે ક્રોધથી લાલ થએલા નેત્રવાળે રાજા તેનાથી વિમુખ થઈ ગયા. સંકેસાઈને જ્યાં પ્રણામ કરે છે. તેટલામાં તે રાજા બીજી તરફ બેસે છે. જ્યાં પગની આગળ લાગે છે, ત્યાં તે રાજા કંપાયમાન થઈ ઉભું થઈ જાય છે. હવે તે ગભશએલે રાજાના મુખ્ય વિશ્વાસુ પુરુ પાસે પહોંચ્યા. ત્યારે તેઓ પણ તેનાથી પ્રતિફળ થઈ ગયા. કંઈક બોલીને પોતાને ઘરે ગયા, તે પુત્ર, સ્ત્રી, આદિ સમગ્ર પરિવાર તેના તરફ મેં ચડાવીને અનાદરથી જોવા લાગ્યા. પછી મથ્થાની ઈચ્છાથી તાલપુર ઝેરનું ભક્ષણ કર્યું, તે તે ઝેર અમૃત માફક પરિચ્યું. રિકાથી પેટ ચીર છે, તે તે પણ પુષ્પમાળા સરખી બની ગઈ ગળે કસો બાંધી લટકવા ગયે, તો તે પણ તડ દઈને તૂટી ગયે. બળતી તૃણની ઝુંપડીમાં પિઠો, તો તે પણ વાવડી સરખી બની ગઈ. મોટી શિલા ગળે બાંધીને ઊંડી વાવડીમાં પાપાત કર્યા, તે તે વાવડી પણ જલદી છીછરા જળવાળી થઈ ગઈ. જ્યારે મરવાના "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy