________________
{ ૩૭૨ ]
પ્રા. ઉપશમાલાનો ગુજરાતના તેવા સમયે ગયો હતો, જેથી સિનિક ખાવા-પીવાના આરામમાં હતા અને શાન એકાકી હતું. ત્યારપછી તે રાજાને તેના રાજ્ય પર ફરી સ્થાપન કર્યો અને શ્રેષ્ઠ આભૂષણ આદિજી સત્કાર કર્યો. તે રાજાએ પણ પોતાના સર્વશવથી આ કનકકતુ શાજાનું માંગલિક કર્યું. આ રાજાએ પણ તેને સત્કાર કરી પોતાના દેશમાં મોકલી આપ્યા. હર્ષ પામેલા મહારાજાએ વીરસેન સુભટને પિતે મનથી હારેલા કરતાં પણ
ડા, હાથી, કોશ, અને દેશનું આધિપત્ય આપ્યું. તથા ઘણા નેહથી તેને “સહસમલ' એવું બિરુદ પણ આપ્યું. ન્યાય-નીતિમાં આગ્રહવાળો બની પિતાનું શાસ્ત્ર નિષ્કપટભાવે પાલન કરતે હતે. (૨૦)
કોઈક સમયે નગર ઉદ્યાનમાં સુદર્શન નામના આચાર્ય ચિંતા પધાર્યા. તેમના ચરણમાં વંદન કરવા માટે સહમલ પણ ત્યાં આવ્યો. ત્રણ પ્રદક્ષિણા આપી આચાચંના પાદયુગલમાં પ્રણામ કરીને બે વસ્તકમળ જેડીને તે આનંદપૂર્વક સામે બેઠે. અતિશયજ્ઞાની સૂરિ ભગવંતે જ્ઞાનવિશેષથી જાણયું કે, દેશનાથી પરોપકાર થવાનું છે, એટલે નવીન મેઘ સરખા ગંભીર સવારથી દેશના શરૂ કરી –
“દુઃખમય આ સંસારમાં કંઈક જીવ અતિશદ્ર દારિદ્રમુદ્રાથી અતિશય વ્યથા ભગવે છે, વળી કોઈક આત્મા નેહી પત્નીના વિરહમાં કહેશ-ભાજન બને છે, કોઈકને શરીરમાં રોગનો આવેગ ઉત્પન્ન થાય તે તેની ભવિષ્યની આશાનો ઢીલી પડી નાશ પામે છે, આ ગહન સંસારમાં સર્વથા સુખી હોય એ કઈ જીવ નથી.” વળી આ સંસાર-સમુદ્રમાં ડૂબતા, વળી ઊંચે આવતા દુઃખરૂપ જળમાં આમતેમ અથડાતા એવા ભવ્યાત્માઓએ જિનેશ્વર ભગવંતે કહેલા સુંદર ધમરૂપ નાવમાં આરોપણ કરવું જોઈએ (૨૫) આ મળેલા સુંદર મguપણામાં જે પુણ્ય-ભાથું ઉપાર્જન ન કર્યું, તે જેમ ભાતા વગર મુસાફર ભૂખ-વેદના અનુભવે છે, તેમ ભવના માર્ગની અંદર સદાતા શ્રમણ કર્યા કરે છે-એમ અનંતા ભવમાં હેરાનગતિ ભોગવે છે. આ ભવમાં કદાચ પૂર્વના પુણ્યથાગે ધન, સુવર્ણ, રાજય, ઘેડા વગેરેની સંપત્તિ પ્રાપ્ત થઈ હોય, પરંતુ આ સર્વ સંપત્તિ હાથીના કાન અફળાવાની લીલા માફક ચંચળ છે. કયા વખતે સંપત્તિ અણધારી પલાયન થશે, તેને ભરોસો નથી. પૂર્વભવમાં જે કંઈ પુછુય ઉપાર્જન કર્યું હતું, તેનો ભેગવટે પ્રમાદથી અહિ કરાય છે, પરંતુ વાવવા માટે સાચવી રાખેલ બીજને જે ખેડૂત ખાઈ જાય, તે તેનું કુશળ શું થાય? જિનેશ્વર ભગવાને તે ધર્મ કર્મના ક્ષય કરવા માટે જણાવેલ છે. તેમાં પણ વિષયને નિતીને જેઓ જિનેશ્વરોએ આચરેલી અને ઉપદેશેલી પ્રત્રજ્યા ગ્રહણ કરે છે, તેઓ સમગ્ર કમદોષો નાશ કરી મોક્ષ સુધીનાં સુખને પામનાર થાય છે.
ખેડૂત બીજ વાવે છે, તેમાં ધાન્ય-પ્રાપ્તિ મુખ્ય ફળ ગણાય છે અને ૫લાલથાય એ આનુષગિક-ગૌશફળ છે, તેમ ઈન્દ્રાદિકનાં સુખો એ તે ધર્મથી મળેલા
"Aho Shrutgyanam