SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ કમલા એલા-સાગરચંદ્રની કથા [ 353 } શ્રેષ્ઠ સુંદર રમણીના લાભથી આ નભસેન ગર્વિત બન્યા છે અને મારી અવજ્ઞા કરે છે, તે એના માનને મારે મરડી નાખવું યોગ્ય છે.” એમ ચિંતવીને નારદમુનિ બલરામના પુત્ર નિષધના અતિરૂપવાન પુત્ર સાગરચંદ્રના ઘરે ગયા. નારદની અતિશય આગતા-વાગતા કરવાપૂર્વક તેણે નારદને એમ કહ્યું કે, આપ તે પૃથ્વીમંડલમાં સર્વત્ર અખલિત ફરે છે, જેથી આપે દેખ્યું હોય, તેવું હે ભગવંત! કંઈક આશ્ચર્ય બતાવો.” નાદજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે, " આ નગરીમાં ભુવનમાં અતિઅદભુત રૂપવાળી કમલામેલા નામની ધનસેનની કન્યા છે. જગતમાં સર્વ તરુણીઓનાં અંગો આભૂષણેથી અલંકૃત કરવામાં આવે છે, જયારે આના થી આપણે શોભા પામે છે. તે કન્યા તે ઉગ્રસેનની માગણીથી નભસેન કમારને આપેલી છે એમ કહીને તે નાદમુનિ આકાશમાં ઉડી ગયા. ત્યારપછી સાગચંદ્ર ગીની જેમ એગમાર્ગનું એકાંત ધ્યાન કરતો હોય, તેમ તેના નામ માત્રથી ગાંડો થઈ ગયો હોય, તેમ સર્વ લોકને આ પ્રમાણે કહેવા લાગ્ય“સંગમ અને વિરહના વિચારમાં નારીનો વિરહ અતિ સારો છે, પણ સંગમ સારા નથી. કારણ કે, સંગમમાં માત્ર એકલી તે જ હોય છે, જ્યારે વિરહમાં તે ત્રણે ભુવન તન્મય લાગે છે.” ત્યારપછી કુટિલ-ખટપટી મુનિ કમલામેલા કન્યા પાસે પહેચ્યા. ત્યારે તેણે પણ આશ્ચર્ય પૂછયું, એટલે તરત જ તે કહેવા લાગ્યા–- “મેં આ નગરીમાં બે આશ્ચર્યો જોયાં છે. રૂપમાં દેખાયુકત અને કામદેવ સમાન હોય તો માત્ર સાગરચંદ્ર અને અંગાર સરખા કુરૂપથી દૂષિત થએલો બીજે નભસેન કુમાર છે.” આ સાંભળીને કમલાલાનો સાગરચંદ્ર કુમારમાં અનુરાગ-સાગર ઉછળે. નસેન પ્રત્યે વિરક્ત એવી બની છે, તેનું નામ પણ કઈ રીતે સાંભળી શકતી નથી, મસાણના ફાંસા ખાવાના વૃક્ષ સરખે તેને માનવા લાગી. ત્યાર પછી સાગરચંદ્ર પાસે નારદ ગયા અને કમલાલાને અનુરાગ તારા પ્રત્યે કેટલો છે ? તે હકીકત કહી. એટલે સાગરચંદ્ર અપિક અનુરાગવાળો થયો અને અગ્નિથી જેમ કાષ્ઠ તેમ વિરહાનિથી મળવા લાગ્યા. નથી જમતે, નથી સુતે, નથી બોલતે, માત્ર નીચું મુખ કરીને બેસી રહેલ છે. સબકમાર અણધાર્યો ત્યાં આવ્યા અને પાછળ રહીને બે હાથથી તેનાં નેત્રે ઢાંકી દીધાં. છૂપી રીતે નેત્રો ઢાંકી દીધાં, એટલે તેણે તેને કહ્યું કે, મારી આંખો છેડી 2. સાંબને મારી પ્રાણપ્રિયા છે–એમ માની પ્રાણપ્રિયા 'કમલામેલા જ નક્કી તું છે. એમ કહેતાંની સાથે જ સાંબે કહ્યું કે, “હું કમલામેલા નથી. તું મૂખ છે. હું તે કમલા-મેલો છું. (અર્થાત્ કમલાને મેળાપ કરાવનાર છું એવો અર્થ પણ તેમાંથી સૂચિત થાય.) એટલે તરત સાગરચંદ્ર કહ્યું કે, જે તું મને કમલામેલાને મળવી આપે તે જ કલમા-મેલ થઈ શકે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy