________________ [ ૩પર ] પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાદ પ્રમાદ વળગે હેય, તે છોડ આકરો થઈ પડે છે, માટે પ્રથમથી જ આવા અસંયમ દોને સ્થાન ન આપવું. (16) અતિ અલ્પ સંગ પણ મોટે-ઘરે શાથી થાય છે, તે કહે છે–– “જેઓ પિંડવિશુદ્ધ, પડિલેહણ વગેરે ઉત્તરગુણાનો ત્યાગ કરે છે, તે ટૂંકા કાળમાં મૂલગુણરૂપ મહાવતનો ત્યાગ કરનાર થાય છે, મૂલગુણ પાંચ મહાવ્રત આદિક ચારિત્ર-સ્વરૂપ, પાંચ મહાવ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવચ્ચ, બ્રહ્મચર્યની શુતિઓ, જ્ઞાનાદિક ત્રિભુ, તપ, ક્રોધાદિકને નિગ્રહ કર્યો. અને ઉત્તરગુણે તે આ પ્રમાણે-- પિંડ વિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયોનો નિરોધ, પડિલેહણા, ગુપ્તિઓ, અભિગ્રહ, આચરણ-કરણ, મૂળ-ઉત્તરગુણ કહેવાય. (117). જેમ જેમ પ્રમાદ કરતે જાય છે, તેમ તેમ પ્રમાદની અધિકતાથી અંદર રહેલા ક્રોધાદિક કષાય વડે બળ્યા જળ્યા કરે છે. પ્રમાદ હોવાથી કોઈ પ્રતિકૂળ કહે-કરે વતે, એટલે કષાયાધીન બને. પછી કષાયની દુરંત ફળ ભેગવવા પડે. (117) જેઓ દઢ. નિશ્ચયપૂર્વક વ્રતે ગ્રહણ કરે છે, શરીરને નાશ થાય, તે પણ સ્વીકારેલ વ્રતનો કે ધીરજનો ત્યાગ કરતા નથી, તેઓ ચંદ્રાવસક રાજાની જેમ પોતાના કાર્યની સિદ્ધિ નક્કી કરે જ છે. તે રાજાનું દષ્ટાન્ત આગળ “સાહેબ” ગાથામાં કહેલું છે. (118) જેઓ શીત, ઉષ્ણ, સુવા, તૃષા પરિષહ, ઉંચી-નીચી શય્યાભૂમિ, વિવિધ પ્રકારના બીજા પરિષહે દેવતા, તિયચ, મનુષ્યાદિએ કરેલા ઉપસર્ગો સમભાવે કર્મક્ષય માટે સહન કરે છે, તેને ધર્મ થાય છે. આ પરિષ૦-ઉપસર્ગાદિક સહન કરવામાં અકંપિત ચિત્તવાળા થાય છે, તેવું શૈર્ય ધારણ કરનાર તપ કરી શકે છે. જે પરિષહાદિ સહન કરવાનો અભ્યાસ ન હોય, તેવાને ધર્મમાં ક્ષતિ કરનાર આર્તધ્યાનાદિના હેતુ બને છે (119) શુરવીર આત્માઓ સ્વીકારેલા વ્રત અને ધર્મને દઢતા પૂર્વક આચરે છે. આમ હોવાથી હવે સાધુઓને વ્રતની દઢતા ઉત્પન્ન કરવા માટે ગૃહ પિતાના વ્રતની દઢતા કેવી રાખે છે, તે જણાવે છે. સવા ભગવતે કહેલ ધર્મ જાણનાર ગૃહસ્થો પણ નિશ્ચલતાથી તેનું પાલન કરે છે, તે સાધુઓએ તો વિશેષ દઢતા રાખવી જોઈએ. તે માટે કમલામેલા અને સાગરચંદ્રનું દૃષ્ટાંત વિચારવું. તે આ પ્રમાણે-(૧૦૦) દ્વારવતી નગરીમાં હસેનની અપૂર્વ સૌભાગ્ય અને મનહર રૂપવાળી કમલામેલા નામની પુત્રી હતી. શ્રીઉગ્રસેનના નસેન નામના પુત્ર સાથે વિવાહ કરે તે અને સમગ્રગુણ-ગૌરવયુક્ત લગ્ન પણ નજીક સમયમાં નક્કી થયું હતું. કેઈક સમયે આકાશમાર્ગેથી નારદજી નભસેનના ગૃહે આવ્યા, ત્યારે પરવા માટેના ઉતાવળા કાર્યમાં વ્યગ્ર થએલા હોવાથી નભસેને તેને આદર-સત્કાર-પૂજા ન કરી. “નવીન "Aho Shrutgyanam