SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪૮ ] પ્રા. ઉપદેશમાલાને ગૂશનુવાદ હતે. ધર્મઘોષ મુનિ વિચરતા વિચરતા તેને ઘર વહારવા પધાર્યા. વૃત અને સાકરમિશ્રિત ક્ષીરનું પાત્ર ઉપાડીને ગૃહિણી વહેરાવતી હતી, ત્યારે ભૂમિ પર નીચે એક બિન્દુ પડ્યું. ધમષ સાધુ નીચે વેરાએલાન દોષ જાણ ક્ષીર વહેથી વગર ચાલ્યા ગયા. આરીમાં ઉભેલા તે અમાત્ય દેખ્યું. તેણે વિચાર્યું કે, મુનિએ આ ખીર કેમ ન ગ્રહણ કરી? એટલામાં ભૂમિ પર પડેલા ક્ષીરના બિન્દુમાં માખીઓ તેને ચાટવા લાગી. માખીઓને પકડવા ઘરની ગીરાલી આવી, ગીરોલીને પકડવા તેની પાછળ કાચડે આવ્યો, તેની પાછળ બિલાડે આવે, તે બિલાડાની પાછળ બીજે ગામનો કુતરો આવ્યું. ઘરનો કૂતરો તેની સાથે કઠોર નખ અને દાઢાના પ્રહાર કરી લડવા લાગ્યા. તે કૂતરાના હવામીઓ પરસ્પર લડવા લાગ્યા. તેમાં મોટી તકરારો અને મારામારી જામી. ત્યારે વારત્રમંત્રીએ વિચાર કર્યો કે, આ જ કારણથી તે મહર્ષિએ ખીર ન વહેરી. અહો ! આ ધર્મ અતિમનોહર છે, ત્રણે જગતમાં જિનમ જયવતે વતે છે. એમ વિચારતાં પાગ્ય પામ્યા. અતિશુભ અધ્યવસાયવાળા તેને પિતાની જાતિ યાદ આવી. અથૉત્ જાતિસ્મરણ્ય જ્ઞાન પામ્યા. સારી રીતે બોધ પામેલે સ્વયં બુદ્ધ થઈ નિરવદ્ય પ્રવજ્યા અંગીકાર કરી. દેવતાએ સર્વ સંયમનાં ઉપકરણ અને વેબ આપે. ગીતાર્થ એવા તે મુનિ વિહાર કરતાં કરતાં સુસુમાર નગર પહોંચ્યા. ત્યાં જેને કીર્તિસમૂહ દરેક સ્થળે વિસ્તાર પામે છે, એ ધુંધુમાર નામના રાજ હતું. તેને અતિવરૂપવાન અંગારવતી નામની પુત્રી હતી. જિનેશ્વર ભગવંતના કહેવા પ્રમ, અધમ પદાર્થની જાણકાર અને અભ્યાસી શ્રાવિકા બની. જીવાદિક નવ પદાર્થોના વિરતાર અને પરમાર્થના સુંદર વિચારમાં નિપુણ એવી તેણે એક વખત નાતિકવાદી પરિવ્રાજિકાને વાદમાં પદામાં હરાવી, એટલે તે અંગારવતી ઉપર દ્વેષ રાખવા લાગી. તે પ્રત્રાજિકા વિચારવા લાગી કે, આ અંગારવતીને મારે નક્કી અનેક શેકવાળા પતિ સાથે પરણાવીને વિરહાગ્નિનું મહાદુઃખ ભગવે તેમ સંકટમાં પાડવી. ત્યારપછી તેનું રખાયુક્ત આબેહુબ રૂપ એક પાટિયામાં ચિતરાવી ઉજેણું નગરીમાં પ્રદ્યોતરાજાને ભેટ કર્યું. રાજાએ પૂછયું, ત્યારે ધુંધુમાર રાજાની અંગારવતી પુત્રીનું આ રૂપ છે. દેવે યુવતીના રૂપની સીમા આવી ગઈ હોય, તેવું રૂપ કર્યું છે. અર્થાત્ આના કરતાં ચડિયાતું બીજું રૂપ સંભવી શકે નહિં. પ્રોતાજા રૂપ દેખીને તેના પ્રત્યે અતિઅનુરાગ અને કામાધીન ચિત્ત-વૃત્તિવાળો થયા, તેથી પ્રદ્યોતે સુંસુમાર નગરે ધુંધુમાર રાજા પાસે દૂત મોકલ્યો. તે આવીને પ્રોત માટે તેની પુત્રીની માગણી કરી. અહંકારથી તે શા આપતો નથી, છૂતને તિરસ્કાર કર્યો. બમણી રીતે અપમાનિત થએલા દૂતે ઉજજેણએ આવી પ્રદ્યોત રાજાની આગળ અને વૃત્તાન્ત નિવેદન કર્યું. "Aho Shrutgyanam"
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy