________________
વાત્રક મુનિની કથા
[ ૩૪૭ } આગલો બવ દે છે. તેમાં સુજાતને મિત્ર પ્રત્યે મરાવવા મોકલ્યા હતા, જે પ્રમાણે મને. જિન ધર્મ આપ્યો, મને પણ સજજડ અસાધ્ય કોઢ રોગ થયા હતા. તે નવીન દેવે નીચે. આવી સુજાતનું શરીર મનોહર રૂપવાળું કરીને ચલાયમાન થતા કુંડલ-આભૂષણવાળા દેવે પિતાનું ચરિત્ર કા. પિતાના બંધુ ચંદ્રધ્વજને ધર્મને પ્રભાવ કેવો છે? તે પ્રકાશિત કરી સમજાવ્યો અને વર્ગ તેમ જ મોક્ષ આપનાર એવા જિનધર્મને વિષે તેને સ્થાપન કર્યો.
મંત્રીનું દુશ્ચરિત્ર આ પ્રમાણે કર્યું, તેમ જ સુજાતનું કુલ કેવું ઉત્તમ છે, તે પણ જણાવ્યું. સુજાતને ચંપા નગરીએ લઈ જઈ બહારના ઉદ્યાનમાં સ્થાપન કરીને ચંપાનગરીના લોકોનો વધ કરવા માટે નગરી ઉપર મહાશિલા વિકુળ. એટલે નગરલકામાં માટે કોલાહલ ઉત્પન્ન થયે. એટલે મિત્રપ્રભ શાજા ભીંજાએલાં શ્વેત વસ્ત્રો પહેરી હાથમાં ધૂપનો કડછ ધારણ કરી નાગરિક સહિત વિનતિ કરવા લાગ્યો કે, “દેવ હે કે દાનવ જે કોઈ પણ મારા ઉપર કેપ કરવાનું કારણ પ્રત્યક્ષ થઈને પ્રગટ કરે, હું ઘણો વિચાર કરું છું તે પણ મને અપરાધ યાદ આવતા નથી. અજાણપણામાં મારાથી કેઈ તેવું કાર્ય બની ગયું હોય, તે હું તેની ક્ષમા માગું છું, એટલે આકાશમાં રહીને તે દેવ કહેવા લાગ્યા કે “અરે! લાજ-મર્યાદા વગરના અનાર્ય ! તે. સમયે સર્વથા નિરપરાધીને દુષ્ટ ધર્મશેષ પ્રધાનના ખેટા લેખપત્રથી મરાવીને હે દુષ્ટ પાપિઠ! અત્યારે તે વાત તું સર્વથા ભૂલી જાય છે ? (૫૦) જે તેની પાસે જઈ અમાવી એને પ્રસન્ન કરીને તાશ ભવનમાં આદર-સત્કાર પૂર્વક લાવે, તે જ આ મહાશિલા પાડવાના ભયથી મુક્ત થવાને છે, નહિંતર આખા નગરના લોકો અને. અંતઃપુરીઓ સહિત તને હણ નાખીશ.”
રાજાએ પૂછયું કે, “તે કયાં છે?” તે કહ્યું કે, “અહિં બહારના ઉદ્યાનમાં છે? ત્યારપછી પરિવાર સહિત ત્યાં જઈ તેને ખમાવીને હાથીની ખાલ ઉપર બેસાડી પ્રયત્નપૂર્વક આદર કરીને નગરમાં લાવ્યા. દેવે ત્યારપછી શિલાને સંહરી લીધી અને તે પિતાના સ્થાનકે પહોંચી ગયેા. મંત્રીને મારી નાખતો હતો, પરંતુ સુજાતે તેને બચાવ્યો. પ્રથમ જેના ઉપર ઉપકાર કર્યો હોય અને જયારે તે બદલો વાળવા પ્રત્યુપકાર કરતે હોય, ત્યારે પણ ચિત્તમાં લજજા ઉત્પન્ન થાય છે, તે પછી જેણે અપકાર કર્યો હોય અને તેના ઉપર ઉપકાર થાય, તે તે મૃત્યુથી પણ અધિક દુઃખ કરનાર થાય છે. તે મંત્રીને દેશનિકાલ કર્યો, એટલે ઘણા દૂર દેશાવમાં પહોંચ્યો.
વાગ્ય-પામેલા તે મંત્રીએ સ્થવિર મુનિ પાસે પ્રવજ્યા અંગીકાર કરી. અનુક્રમે રહણ-આસેવન શિક્ષાને લઈ સૂત્ર-અર્થ જાણકાર ગીતાર્થ બન્યો. એક સમયે વિહાર કરતાં કરતાં ગુણવાન એવા તે મુનિ જયાં અભયસેન રાજા છે, એવા વારત્રક નામના નગરમાં પહોંચ્યા. ત્યાં સજજન ચરિત્રવાળે સત્યવાદી વારત્રક નામને અમાત્ય.
"Aho Shrutgyanam