SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૩૬ ] પ્રા. ઉપદેશમાવાને ગુજરાતુવાદ પગના મર્મ પ્રદેશમાં વિધાઈ ગયા, તેથી તે મૃત્યુ પામ્યા. નેમિનાથ ભગવતે કૃષ્ણનું મૃત્યુ જરાકુમારના હાથે થશે' એમ આગળ કહેલું હતું અને તેમ જ બન્યું અને આટલા કાળ સુધી તે તેને વહન કર્યું. કૃષ્ણ પણ જરાકુમારને કૌતુરત્ન આપીને તેને પાંડુ મથુરામાં મોકલ્યા કે, જેથી વંશનું બીજ આ જાકુમાર પણ થાઓ. “અરે મહાનુભાવ! છ માસ તેલ પ્રમાણ મોટા મોતીને જમા કરાવનાર, કઈક જગો પર વિકસિત કમલિનીના પત્રના છેડાના ભાગમાં રહેલ જળબિન્દુને થોડી ક્ષણ દેખીને ત્યારપછી પવનનો ઝપાટે લાગવાથી કંપિત થવાની લીલાથી તેને વિનાશ. દેખતા કદાપિ કોઈ પંડિતજન અહિં તેને શેક કર ખરા ? શું તેઓને ચંચલ તરગેના વેગથી ઝબકતે ચંચલ જલ-ચંદ્ર જોવામાં આવે નથી ?, શું તેઓને ક્ષણવિનાશી ચંચલ વિજળી સવપ્નમાં પણ જોવામાં આવી નથી? શું તેઓને પાણીને પરપોટો કયાંય કલ્પના છેડા સુધી સ્થિર જોવામાં આવ્યું છે? જેના વડે ભેળા માણસે આ પુરુષના આયુષ્યમાં સ્થિરમતિને કરે છે.” હે ને ! સત અને અસતના વિવેચકપણાથી મનહર, વિદ્વાનોને સદા ચાહતી આ ધીરતા, વિવેક હિત મનવાળાના સંગને ચાહતી નથી જ; જે આપ જેવા પણ આ વીરતાના સ્થાન ન થાય, તે ચંદ્ર-કલાને સંવાદ કરનારી ક્ષીણ થતી આ બિચારી ધીરતા કયાં જાય?” એ પ્રમાણે દેખીને અને સાંભળીને સાસરી ગએલા શોક-માદવાળા હળવારબલદેવ કુબના શરીરને પેલા દેવ સહિત સુગંધી વસ્તુઓથી સત્કાર-સંસ્કાર કરે છે. એટલામાં નેમિજિને તેને દીક્ષા-સમય જાયે. આ સમયે આકાશ માર્ગેથી એક વિદ્યાધરને દીક્ષા આપવા ભગવંતે મોક૯યા. હે રામ! જિનેશ્વર ભગવતે મને તમારી પાસે દીક્ષા આપવા મોકલે છે, માટે આ શાક-શલ્યને ત્યાગ કરો અને પ્રત્રજ્યાને સવીકાર કરો. આ પ્રત્રજ્યા જ શરૂ૫ અંધકારને નાશ કરવા માટે અપૂર્વ સૂર્ય સમાન છે. ખારો સંસાર-સમુદ્ર તરવા માટે નથી ભરેલ નાવડી સરખી આ પ્રવ્રજ્યા છે. આવા પ્રકારનું ચારણમુનિના શ્રેષ્ઠ વચનામૃતનું પાન કર્યું અને બલભદ્દે કલ્યાણ કારી નિવદ્ય પ્રવ્રયા અંગીકાર કરી. તેમની પાસે છ પ્રકારની આવશ્યક સૂત્ર અને અર્થ ભણી ગયા. વળી ૧-૨-૩ વગેરે માસાદિકની તીવ્ર તપશ્ચર્યા અને કઠોર ચારિત્ર પાલન કરવા લાગ્યા. (૫૦) પારાના દિવસે તુગિય પર્વત પર રહેલી નગરીમાં જગમ કલ્પવૃક્ષ સમાન, અથવા મૂર્ત ચાસ્ત્રિના પરિણામ ચરખા પ્રવેશ કરતા હતા. બલભદ્ર મુનિનું રૂપ દેખીને નગરાદિકમાં તરુણીવર્ગ અતિ સજજડ કામદેવના ઉન્માદમાં વિશેષ પરવશ બની જાય છે. "Aho Shrutgyanam
SR No.008467
Book TitleUpdeshmala Doghatti Gurjaranuwada
Original Sutra AuthorN/A
AuthorHemsagarsuri
PublisherDhanjibhai Devchand Zaveri
Publication Year1975
Total Pages638
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy