________________
[ ૩૩૪ ].
પ્રા. ઉપદેશમાતાને ગૂજરાનુવાદ શિકારી હે, અગર સુભટ છે, જે કઈ વનમાં છે, તે મારી સામે હાજર થાઓ. જેણે સુખેથી સુતેલા મારા ભાઈને પગમાં બાણ મારી વિધ્યા હોય, તે મારી સામે આવી જાવ. બાળક, વૃદ્ધ, શ્રમ, સી, સૂતેલા, પ્રમત્ત, ઉન્મત્ત થયેલ, તેવાઓને. સજજન પુરુષે હણતા નથી, માટે નક્કી આ મારનાર કોઈ અધમ પુરુષ હે જોઈએ. તે હવે તે પોતાને પ્રગટ કરે, મર્યાદા મૂકીને જેણે પિતાના પુરુષાર્થને દાવો કર્યો હોય, તે મારી સામે હાજર થાવ, જેથી સુભટવાદથી ઉપાર્જન કરેલ એવું તેનું સમગ્ર અભિમાન ભાંગી નાખું.
હે કૃષ્ણ! હે બન્યુ! હે ભાઈ! તું કયાં ગયે ! કૃપા કરી પ્રત્યુત્તર આપ. કોઈ દિવસ પણ મેં તારો અપરાધ કર્યો નથી, તે પછી મારા પર શા માટે રાષાયમાન થયેલ છે ? ખરેખર અત્યારે આપણે સવાભાવિક ખેત હતું, તે પણ ટે થઈ ગયો, નહિંતર તમારા મg પછી નિર્લજ હું જીવતે કેમ રહી શકુ ? બળદેવ ક્ષણવાર હાથ મરડે છે. કેશ તોડી નાખે છે, વૃક્ષના મૂળમાં માથું અફાળે છે, છાતી ફુટે છે, પગની પાની ઠેકી ભૂમિકલ ફોડે છે.
એક ક્ષણ બગાસુ ખાય, તો બીજા ક્ષણે શ્વાસ રોકે છે, પિતાને ભાગ્યને ઉપાલભ આપે છે, વળી કૃષ્ણના કવરને આલિંગન કરે છે. ક્ષણમાં ગીત-ગાન કરે છે, સવારમાં રુદન કરે છે, ક્ષણ એક હસે છે, વળી થોડીવારમાં નૃત્ય કરે છે. વળી હાથમાં બીજા સ્થાને જાય છે. વળી કોઈ વખત મહાધીન બની ન બોલવા લાયક સંબંધ વગરના પ્રલાપ-બડબડાટ કરે છે, વળી કોઈક વખત કૃષ્ણના અનેક ગુણોનું
સ્મરણ કરી રુદન કરવા લાગે છે. વળી અન્યોક્તિથી બોલે છે કે, બાલકે જે ઈશ્વરનું ધનુષ્ય ભાંગ્યું, પરશુરામને જે જિયા, ગુરુ (વડીલ)ની વાણીથી જે પૃથ્વીને તજી, જે સમુદ્રને બીએ, દશાનન (રાવણ)ના ક્ષય કરનાર રામનું એકેક કાર્ય શું વન કરાય? દેવ ( ભાગ્ય)નું વર્ણન કર કે જેણે તેને પ૭ કથાશેષ કયે-મૃત્યુ
પમાડ્યો.”
ફરી સનેહની પરાકાષ્ઠા થવાથી બોલવા લાગ્યા- હજુ તે આ કૃણ જીવતા જ છે.” એમ માનીને મેહ વશ થઈ મૃતકને ખભા ઉપર ઉચકીને વનમાં છ માસ સુધી ભ્રમણ કર્યું. અરે ! મહામહનું કોઈ અપૂર્વ વિલાસ-નૃત્ય છે કે, જેમાં જાણકારે પણ ભૂલી જાય છે. મોટાઓ પણ કઈ વખત સજજડ મને (મહિને) જાણી શકતા નથી અને હું તેમને નચાવું છું. બળદેવને સિદ્ધાર્થ નામનો સારથી દીક્ષા લઈને વિમાનવાસી દેવ થયે હતું, તેણે કૃષ્ણના સનેહનું નાટક કરતા અને તેના મૃતકને લઈ ભટકતા એવા બલરામને દેખ્યા. આ ઉત્તમ પુરુષનું શરીર છે, લાંબા સમયે તેમાં કૃમિઓ ઉત્પન્ન થાય અને તેનાથી જર્જરિત થાય એવું આ કૃષ્ણનું મૃતક હંમેશા ખભા ઉપર વહન કરે છે. તેને તેના ઉપર અત્યત નેહ, મહા ઉન્માદ થએલો છે, તેથી તે ભાન.
"Aho Shrutgyanam