________________
બલદેવ મુનિ અને મૃગની કથા
[ ૩૩૩ ] કારુણ્ય, રુદન, શૃંગારભાવ, ભય જીવિતનો અંત કરનાર એવા અનુકૂલ કે પ્રતિકુલ ઉપસર્ગોના પ્રસંગમાં સાધુને મરવાનો અવકાશ ઉત્પન્ન થાય, તે મરવું પસંદ કરે છે, પરંતુ પોતાની પ્રતિજ્ઞાની વિરાધના કરતા નથી. કારુણ્ય એટલે રાગ- ભૂખ વગેરેથી દીનાદિકે પીડાતો હોય, ત્યારે હદયમાં કરુણાની લાગણી ઉત્પન્ન થાય, માતા, પત્ની વગેરેના વિલાપ તે રુદન, શૃંગારભાવ એટલે કામદેવને ઉત્તેજિત કરનાર એના હાવભાવ, પ્રાર્થના, નેત્ર-કટાક્ષો, શૃંગારિક વચને વગેરે.
શા, હેવી, ચાર વગેરેથી ત્રાસ તે ભય, પ્રાણને નાશ તે જીવિતને અંત કરનાર, આવા આવા કારણે પણ પોતાની વતની મકકમતા આરાધક સાધુઓ છેડતા નથી. (૧૦૭).
જેને તેવાં વ્રતો નથી, પરંતુ બતાવાળા ઉપર પ્રમોદ થ, અનુમોદના કરવી -તે પણ મહાફલ આપનાર થાય છે, તે કહે છે–આત્મહિતના તપ, સંયમ, સ્વાધ્યાય, વિનય, યાવચ્ચ આદિક અનુષ્ઠાન કરનાર વસ્ત્રાદિક સદગતિ પામે છે; પરંતુ તેવાં અનુષ્ઠાન પિતાના સામર્થના અભાવમાં કરી શકતું ન હોય, પણ બીજા કરનારની અનુમોદના કરનાર, પ્રશંસા કરનાર પણ તેવી જ સદગતિ પામે છે. રથકારના દાનની અનુમોદના કરનાર તેમ જ બળદેવના સંયમ–તપની અનુમોદના કરનાર મૃગ સદૃગતિ પામ્યો. (૧૦૮) ભાવાર્થ તે થાનકથી સમજી શકાશે, તે આ પ્રમાણે અલદેવ મુનિ અને મૃગ
જે દ્વૈપાયન ઋષિએ દ્વારવતી નગરીને સર્વથા બાળી મૂકી અને ત્યાંથી તરત નીકળીને દુખે કરી નિવારણ કરી શકાય તેવા દુઃખ-દાવાગ્નિથી અત્યંત બળઝળી રહેલા ગદ્ગદ્ વાણીવાળા હસ્તિક૫ (હાથ૫) નગરમાં યુદ્ધમાં અચ્છદંત રાજાને પરાભવ કરીને બલરામ અને કૃષ્ણ બંને કોસંબા નામના વનમાં પહેગ્યા. તૃષાતુર કૃણ માટે બલદેવ જળ લાવવા માટે ઘણું દૂર પ્રદેશમાં નીકળી ગયા. કૃણ સૂઈ ગયા, ત્યારે જરાકુમારે તેમના પગમાં બાણ ફેકયું, એટલે પગ વીંધાઈ ગ. માર્ગમાં - બલદેવને ઘણાં અપશકુને થયાં, એટલે પિતાને ડગલે પગલે શંકા થવા લાગી.
પિતાના કર્મમાં શંકાશીલ બની બલદેવ ગભરાતા ગભરાતા એકદમ ઉતાવળી ગતિથી કૃષ્ણ પાસે આવી પહોંચ્યા. કૃષ્ણની તેવી અવસ્થા દેખીને વિચારવા લાગ્યા કે, થાકી જવાથી ઊંઘી ગયા છે. જ્યારે જાગશે ત્યારે જળપાન કરાવીશએમ ધારીને -જળથી ભરેલ પડિ સ્થાપન કરી શક્યા. ત્યારપછી સુખ તરફ નજર કરે છે, તો કાળી માખીઓથી ઢંકાઈ ગએલ મુખ જોયું, અરે! આ ખરાબ નિમિત્ત જણાય છે– એમ કરીને તેમના હદયમાં ધ્રાસ્કો પડયો. કોઈ રીતે જગાડવા પ્રયત્ન કર્યો, પરંતુ "પ્રત્યુત્તર આપતા નથી, તેથી મરેલા જાણીને બલવે માટે સિંહનાદ કરી અને રુદન કરવા લાગ્યા.
"Aho Shrutgyanam