________________
[ ૩૧૮ ]
પ્રા. ઉપદેશમાવાને ગૂજે વાત તું જીવે છે. જે મહાસત્વશાળી તત્વ–પામેલા સુગુરુનો પરાભવ કરનારાને પરકમાં જે ફળ પ્રાપ્ત થશે, તે તે કહેવા પણ કોણ સમર્થ છે? આ પ્રમાણે દેવતાથી શિક્ષા અપાલે તે ઉતપન્ન થએલા પશ્ચાત્તાપથી જળેલા આત્માવાળે પ્રણામ કરી, ખમાવીને કહે છે કે – “હે સ્વામિ ! મને મારા અપરાધોનું પ્રાયશ્ચિત્ત આપો.” (૩૧) (૯) આ પ્રમાણે દુનિીતના દુનિયા માટે દત્તસાધુનું દાન્ત આપીને સુંદર વિનયવાળા અને ભક્તિ ભગવાળા સુનક્ષત્ર મુનિનું દષ્ટાંત કહે છે–
आयरिअ-भत्तिरागो, कस्स सुनक्खत्त-महरिसी-सरिसो ।
अवि जिविरं ववसिअं, न चेव गुरु-परिमयो सहिभो ॥१००।। અહિં રાગ એટલે સ્નેહ, તે તે પત્ની પ્રત્યે પ્રેમશગ હોય, જ્યારે આરાધ્ય દેવ-ગુરુ પ્રત્યે તે જ રાગ ભક્તિરાગ કહેવાય. તેથી અહિં આચાર્ય-ગુરુ વિષયક ભક્તિગ, કોને તે હતો? તે કે, મહાવીર ભગવંતના શિષ્ય સુનક્ષત્ર મહર્ષિને એવો ભગવંત ઉ૫૨ ભક્તિ-અનુરાગ હતો કે જીવિતને ત્યાગ કર્યો, પરંતુ પોતાના ગુરુ-આચાર્યને પરાભવ ન સહન કરી શકયા. તેનું કથાનક આ પ્રમાણે સમજવું, (૧૦૦). ભક્તિ રાગ ઉપર સુનક્ષત્રમુનિની કથા–
શ્રાવતિનગરીમાં હાલાહલા નામની કુંભારણની કુંભકારની દુકાનમાં જિનેશ્વરના ઉપદેશથી સાધેલી તેને વૈશ્યાવાળે મંખલિપુત્ર ગણાળે નામનો ૨૪ વર્ષના પર્યાયવાળ આજીવિક સંઘથી પરિવારે વિચરતે હતો. તેની પાસે પાર્શ્વનાથ ભગવંતના સંતાનિયા છ દિશાચર આવ્યા તે અનુક્રમે આ પ્રમાણે સે કાલિન્દ, કણિયાર, અછિદ્ર, અગ્નિ વેશ્યાયન અને અર્જુન. તેઓએ ગોશાળાને અષ્ટાંગ નિમિત્તશાસ્ત્ર ભણાવ્યું. તે નિમિત્તશાસ્ત્ર કહેવા માત્રથી ગોશાળ શ્રાવતિમાં પિતે જિન ન હોવા છતાં
હું જિન છું.” એ પેટે પ્રલાપ કરતા હતા. કેવલી ન હોવા છતાં કેવલી છું, પિતાને જિન શwથી જાહેર કરતે વિચરતે હતે.
કેઈક સમયે મહાવીર ભગવંત ત્યાં સમવસર્યા. ધર્મ-શ્રવણ કરવા માટે પર્વદા નીકળી, ધર્મ-શ્રવણ કરીને પરદા પાછી જાય છે, તે સમયે છઠ્ઠના પારણે છ કરનાર ભગવાનના પ્રથમશિષ્ય શ્રી ઈન્દ્રભૂતિ ગણધર ભગવંત શ્રાવરિત નગરીમાં ગોચરી માટે પ્રવેશ કરતા હતા. તે સમયે લોકોને પરસપર એકબીજાને આ પ્રમાણે બોલતા સાંભળ્યા. ખરેખર આપણું શ્રાવતિ નગરી ધન્ય છે કે, જ્યાં આગળ કે કેવલી જિનેશ્વર પિતપોતાનાં તીર્થોને વિસ્તારતા વિચરી રહેલા છે. શ્રી ગૌતમસ્વામી આ હકીકત સાંભળીને ભક્ત-પાછું ગ્રહણ કરીને, ભગવંતને બતાવીને, ભોજન કર્યા પછી પર્ષદામાં આમ બાલ્યા.
"Aho Shrutgyanam