________________
મિતા મુનિની કથા
[ ૩૦૫ ]
—
આવીએ. ત્યારે તે મુનિએ કહ્યું કે, “હું તે આત્મલબ્ધિવાળો હોવાથી મારા આહાર હું જાતે જ લાવીશ, તો મને તેવાં કુલ બતાવે કે, જ્યાંથી હું ગોચરી લાવી શકું.” તે આચાર્ય તેને એક નાનો સાધુ ઘર બતાવવા માટે મોકલ્યો. તે બાળમુનિને પ્રત્યેનીક અને બીજાં કુલ કયા ઘરા છે? તે પૂછીને બાળમુનિને ઉપાશ્રયે પાછા મોકલીને તે મુનિ પેલા પુરોહિત-બ્રાહ્મણને ઘરે ગયા.
દ્વાર પ્રદેશમાં ઉભા રહીને મોટા શબ્દથી ધર્મલાભ બોલ્યા, તે સમયે બ્રાહ્મણભાય, બહાર આવીને મુનિને ધીમેથી વિનંતિ કરવા લાગી કે, “હે સ્થવિર્ય! આપ. ધીમા પગલાથી અને મૌનપણે વહોરી જાવ, ઉતાવળા મોટા શક્ક કરવાથી તેફાની અટકચાળા રાજકુમાર અને પુરહિત કુમાર સાંભળ. ખબર પડશે તે નાહક તમને હેરાન કરશે. ત્યારપછી મુનિ વધારે મોટા શબ્દોથી ઉંચા કાન થઈ જાય તેમ બોલ્યા કે, કુમારની પાસે જઈને પણ ધર્મલાભ સંભળાવીશ.
એટલામાં તે બંને કુમારે બહાર આવ્યા અને એકાંતમાં લઈ જઈને મુનિને. કહેવા લાગ્યા કે, “હે વૃદ્ધ કાયાવાળા આય! તમે નૃત્ય કરવાનું જાણે છે, તે જલ્દી નુત્ય કરી બતાવે, જેથી પ્રસન્ન થઈને તમને અમે દૂધ, ખીર, ખાંડ, પુડલા વિગેરે ભિક્ષા આપીશું.” હસતા મુખથી મુનિ કુમારને કહેવા લાગ્યા કે, “તમને હું અવશય પ્રસન્ન કરીશ. હું સારી રીતે નૃત્ય તે કરી શકું, પણ એ સાથે વાજિંત્ર અરાબર કઈ વગાડે છે. તેઓએ કહ્યું કે, “અમો સંગીતને પાઠ સાથે બાલીને સારી રીતે વાજિંત્ર વગાડીશું.'
ત્યારે આગચક્રે કહ્યું કે, “આ કોઈ સુંદર નવીન પાઠ જણાય છે. તેઓ તાળીઓના તાલ આપવા લાગ્યા, પણ બરાબર તાલ આપવાનું જાણતા ન હતા. (૭૫)
કંપતા શરીરવાળા હે વૃદ્ધ! હવે નૃત્ય કરે. અમે આ વગાડીએ છીએ, તમે દેખતા નથી ત્યારે મુનિએ તેમને કહ્યું કે, “તમે મહામૂખ છે, કુતુહળ નૃત્યમાં તમે વાજિંત્રને તાલ કે આપ, તેના માર્ગની તમને ખબર નથી. તમે મને ખોટા કૂટ આલાપ આપીને નૃત્ય કરાવે છે ?” એટલે તે કોપ પામેલા ક્ષણવાર હાથથી કદર્થના કરીને ત્યારપછી દશચારી કુમારને ભુજના યુદ્ધથી ભૂમિ પર પાડયા.
ત્યારપછી તપસ્વી મુનિએ તેના અંગના સાંધાઓ છૂટા પાડી નાખ્યા. એટલે. ચાડિયા પુરુષની માફક ચેષ્ટા વગરના નજર કરવા લાગ્યા. છતાં મુનિના હૃદયમાં કરુણા આવી, એટલે આ કુમારોને મેં ત્રાસ આપ્યો છે, એટલે તરત ઉપવાસનાં પચ્ચક્ખાણ કર્યા. ધીમેથી બહાર નીકળીને નગરના ઉદ્યાનમાં ગયા. ઈરિયાવહિ પ્રતિકમીને બેસીને વાધ્યાય-ધ્યાન કરવા લાગ્યા. “મેં પંચેન્દ્રિય આત્માને પીડા કરી b’ એમ મનમાં પશ્ચાત્તાપ વહન કરતા હતા.
"Aho Shrutgyanam