________________
૧ ૩૦૬ ]
પ્રા. ઉપદેશમાતાને ગૂજરાનવાદ ક્ષણવાર પછી દાસીએ કુમારને નિચેષ્ટ કષ્ટવાળી સ્થિતિમાં જોયા, તે બૂમ પડતી તરત રાજા પાસે પહોંચી. બનેલો બનાવ રાજાને જણાવ્યું ત્યારે સર્વ સાધુની વસતિમાં તે સાધુની તપાસ કરાવી, પરંતુ તે કયાંય પણ લેવામાં ન આવ્યા. ત્યારપછી આચાર્ય ભગવંતે કહ્યું કે, “એક નવા પરિણા સાધુ અહિં આવ્યા હતા, તે વહેશ્વા ગયા હતા, પણ પાછા આવ્યા નથી. જે તે કદાચ હોય, તે ના ન કહેવાય. દરેક સ્થળ પર તેમને શોધવા માટે પુરુષો મેકલ્યા, ત્યારે બહારના ઉદ્યાનમાં બેઠેલા દેખ્યા. રાજાને જ્યારે સમાચાર આપ્યા, ત્યારે રાજા જાતે જ સાધુની પાસે આવ્યા.
પિતાના સગા ભાઈને ઓળખ્યા, ત્યારે તે વિસ્મય પામેલા મનવાળે થયો. ઘણા લાંબા કાળે દર્શન થયાં હોવાથી હર્ષથી રોમાંચિત ગાત્રવાળે તે ચરણ-કમળમાં પ્રણામ કરતો હતો, ત્યારે ભાઈમુનિએ ઠપકો આપતાં કહ્યું કે- “ચન્દ્રાવતંસકુલમાં ઉત્પન્ન થએલા મારા બધુ અને તને આ યોગ્ય છે કે, જિનશાસન વિશે ભક્તિ પણ ભૂલી ગયો, અથવા ભક્તિની વાત બાજુ પર રાખ, પરંતુ તારા પિતાના તોફાની પુત્ર છે, જે મુનિવર્ગને વિડંબના પમાડવાના એકચિત્તવાળા તેને પણ તું શિક્ષા કરતું નથી ? ત્યારે ફરી પણ ચરણ-કમળને કેશરૂપ વસ્ત્રથી લૂછતે પોતાના પુત્રના અવિનીતપણાને ખમાવે છે, તેમ જ પિતાના પ્રમાદની નિંદા કરે છે. (૯૦)
કેળાના ફળ તરફ કઈ જ જન પુરુષ આંગળી બતાવતા નથી અને જે બતાવે તે તે ફળનો ત્યાગ કરે છે અને ક્ષીણ થવા લાગે છે. અર્થાત્ આપણા કુળ તરફ
કોઈ તફાની રાજપુત્ર છે” એમ કોઈ આંગળી કરે તો કુળનું પરિણામ કેવું આવે? પિતાના પુત્રને સાજો કરવાની દીન વચનથી વારંવાર વિનંતિ કરે છે.
મુનિએ કહ્યું કે, જે તેઓ પ્રવજ્યા છે, તે નકકી સાજા કરું. ત્યાં જઈને પુત્રને પૂછે છે, પરંતુ ઉત્તર દેવા સમર્થ થઈ શકતા નથી, માત્ર તદ્દન નિશ્ચલ અંગવાળા તેના સન્મુખ ટગમગ જોયા કરે છે. મુનિને ત્યાં લાગ્યા. મુખને સાજું કરીને કહ્યું કે, જે જિનદીક્ષાની શિક્ષાનો સ્વીકાર કરે, તે જ તને આ દુઃખમાંથી છૂટકારો મળે. જ્યારે દીક્ષાની ઈચ્છા પ્રદર્શિત કરી, એટલે તે મુનિએ બંનેને સાજા કર્યા. પર્વત જેવા મોટા ભારનો આરોપણ કરવા રૂપ તેઓને દીક્ષા આપી. હવે મુનિચંદ્ર રાજાને વિશેષ પ્રકારે ઉપદેશ આપતાં કહે છે કે, “તું પણ સુંદર ધમનું સેવન કરતો નથી, તે નરજન્મમાં અહિં કયું સુખ છે?”
“પંડિત પુરુષોએ મનુષ્ય જન્મમાં ગર્ભથી માંડીને જે સુખ કહેલું, તે સાંભળ, ગર્ભની અંદર વાસ કરવો તે નરકના દુ:ખની સરખું જ દુઃખ હોય છે. જે માટે કહેલું છે કે-અગ્નિ વર્ણવાળી તપાવેલી સોય દરેક મછિદ્રમાં ભેંકવામાં આવે, તેના કરતાં ગર્ભવાસમાં મનુષ્યને આઠગુણું દુઃખ હોય છે. ગર્ભમાંથી જ્યારે મનુષ્ય
"Aho Shrutgyanam