________________
[ ૩૦૪ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાનવાદ અર્પણ કરતો હતો. હવે તમે આવું વર્તન કરે છો! જે તે વખતે હું સાધુ થઈ ગયો હતે, તો કૃતકૃત્ય થયેલ હતું, કદાચ અત્યારે હું આવી રીતે બાળમરણથી મૃત્યુ પામ્યો હતે, તે મારી ગતિ કેવી બગડી જતે ? પુત્રોના ઉપર આ ક્રોધ ઠાલવ તે તમારે અધમ વ્યવસાય છે. એ તે સારું થયું કે, તરત મેં ઝેર દૂર કરાવનારી ચિકિત્સા કરાવી.
પિતાના ભાવની મુકતી રાખ્યા વગર દુર્જન પુરુષો ગમે તેવી અવળી પ્રવૃત્તિ કરે છે, તેઓ સાચી શિખામણ શીખતા કે માનતા નથી, અને કેદી કે ચોરની જેમ સ્ત્રીઓ ગમે તેવું સાહસ કરતાં અટકતી નથી. જો કે, તેવા દુર્જન લોકોનાં ચિંતવેલાં કોઈ કાર્યો જગતમાં સિદ્ધ થતાં નથી. “ઘણા ભાગે જે ખાડો છેદે છે, તે તેમાં
જે બીજા માટે અશુભ ચિંતવે છે, તે અશુભ પિતાના ઉપર આવી પડે છે.” ત્યાર પછી તે રાજાએ સુખ પૂર્વક ગુણચંદ્રભાઈને તરત જ રાજય આપીને જગતમાં યશ-પ્રસર વધારનાર એવા સાગરચંદ્ર સાધુ થયા. ગુરુ પાસે ગ્રહણ-આસેવન શિક્ષા ગ્રહણ કરીને સંવિઝ-ગીતાર્થ થયા. એકાકી પ્રતિમા ધારણ કરીને પૃથવીમડલમાં અમૃતના પ્રવાહ માફક વિચારવા લાગ્યા.
હવે કોઈક સમયે ઉજેણી નગરીથી વિહાર કરતું કરતું સાધુનું યુગલ આવી પહોંચ્યું. તેમને આ સાગરચંદ્ર મહામુનિએ સાધુ, ચૈત્ય, સંઘ અને લોકો ધર્મ કેવી રીતે કરે છે ? ઈત્યાદિક સમાચાર પૂછયા. ત્યારે બે મુનિઓએ પ્રત્યુત્તર આપ્યો કે, ચેત્ય ગૃહ-દેરાસરોમાં ઉત્તમ પ્રકારની અર્ચા-પૂજા થાય છે, ચતુર્વિધ સંઘ પણ સારાં સુકૃત કરે છે, જગતમાં ત્યાંનો સંઘ માટે અને પૂજ્ય છે, મુનિચંદ્ર રાજા જિનેન્દ્રના શાસનની પ્રભાવના અને ધર્મની ઉન્નતિનાં કાર્યો કરે છે. માત્ર એક જ ખામી છે કે, શજપુત્ર અને પુરહિતપુત્ર બંને મિત્રે મળી સાધુએ જ્યારે આંગણામાં આવે, ત્યારે તેમની મશ્કરી-ઠઠ્ઠા કરે, તાડન કર, દેડાવે, પાડી નાખે, એ પાપી છે કે, સાધુની વિડંબના કરવામાં કશી કચાશ રાખતો નથી.
આ સાંભળીને સાગરચંદ મુનિ પિતાના નાનાભાઈ મુનિચંદ્ર રાજા ઉપર ગુસ્સે થયા અને ચિંતવવા લાગ્યા કે, આ મારો ભાઈ કેટલા પ્રમાદી છે અને ખોટા વ્યવહાર કરનારી છે કે, જે પોતાના કુમાર પુત્રની ઉપેક્ષા કરે છે. તે મહાતપસ્વી પ્રાપ્ત ૌધ કરતા ઉજેણી નગરીએ પહોંચ્યા. ત્યાં આગળ સ્થાનિક સાધુઓ હતા, તેમણે આમની પથાગત સાચવી.
ગોચરી લાવવાને સમય થયે, ત્યારે નવીન આવેલા મુનિને તે સ્થાનિક સુધુ તેમને માટે આહાર લાવવાનું પૂછવા ગયા કે, તમારા માટે અમે આહાર લેતા
"Aho Shrutgyanam