________________
મેતાર્ય મુનિની કથા
[ ૩૦૩ ] નાખવાનો નિશ્ચય કરીને તેને મારવાનાં છિદ્રો બળવા લાગી. અથવા તે સ્ત્રીઓનો ધંધા-વ્યવસાય આવા પ્રકાર હોય છે. કેઈક સમયે રાજવાટિકામાં રોકાએલા રાજાના ભોજન-નિમિત્ત અતિસુગંધી ચિંકેસરિયા લાડુ લઈને દાસી જતી હતી, ત્યારે પ્રિયદર્શનાએ બૂમ પાડીને તેને બોલાવી અને કહ્યું કે, “અરે! એક લાડુ તો મને જેવા આ૫, જેથી જાણું કે આ લાડુઓ કેવા છે? આગળથી ઝેરથી ભાવિત કરેલી હથેળીઓ વડે તેનો સ્પર્શ કરીને, લાડુની બધી બાજુઓ ઉપર ઝેરવાળા હાથ ફેરવી ફરી કહ્યું કે, અહો ! આટલા સુગધી છે! એમ કહીને પાછો આપી દીધે, તે લઈને તે દાસી ત્યાં ગઈ અને રાજાના હતમાં તે અર્પણ કર્યો.
હાથમાં રહેલ મોદકવાળો તે ગુણભંડાર રાજા વિચાર કરે છે કે, “નાના ભાઈએ નજીકમાં ભૂખ્યા હોય અને મારાથી એકલાંએ તે કેમ ખવાય, તે લાડુના બે ખંડ કરીને એક તેને આપ્યો અને બીજે પિોતે ખાધે. તીફ ભૂખથી દુર્બલ કુક્ષિવાળા જેમ જેમ તે ખાવા લાગ્યા, તેમ તેમ ઝેરની લહરીઓ તેને જલદી શરીરમાં વ્યાપવા લાગી. આમ અણધાર્યું થવાથી રાજા ચમકશે અને તરત વૈદ્યોને બોલાવ્યા. વિષ નાશ કરનાર એવા વૈદ્યોએ તત્કાળ આવી તેમને સ્વસ્થ કર્યો. ત્યારપછી રાજાએ દાસીને બોલાવી અને પૂછયું કે, “હે દુષ્ટા ! પાપિણી ! સાચી હકીકત બોલ કે, આ અઘટિત આચરણ કોનું છે ?”
દાસીએ કહ્યું કે – “આમાં હું કંઈ જાણતી નથી. બીજા કોઈએ આ દે પણ નથી. માત્ર હું અહિં આવતી હતી, ત્યારે પ્રિયદર્શના રાણીએ મને બોલાવીને મારી પાસે આદરપૂર્વક લાડુ જેવા માટે માગ્યા હતા. “આ માતા છે.” એમ માનીને મેં તેને માગ્યો એટલે જેવા આ હતો. પિતાના હસ્તપલવથી વારંવાર ઘણા સમય સુધી સ્પર્શ કરીને “અતિસુંદર છે” એમ આનંદ હદયવાળીએ ફરી પાછો આપી દીધે.
રાજાને નિર્ણય થઈ ગયે કે, “નક્કી તે પાપિણીએ આ દુષ્ટ ઈરછા કરેલી છે. મને મારી નાખીને રાજયલક્ષ્મી પોતાના પુત્રમાં સંક્રાન્ત કરવાની ઈચ્છા કરે છે. કુલીન નારીઓ હોવા છતાં તેમની તુચ્છાધિક બુદ્ધિને ધિક્કાર થાઓ. માતા હોવા છતાં મારા સરખો ભક્તિવાળો પુત્ર હોવા છતાં મારા પ્રત્યે આ માતા આવું અઘટિત વર્તન રાખે છે! મારી પિતાની જનેતા કરતાં પણ તેના તરફ વિશેષ ગૌરવ જાળવું છું, પરંતુ આ તે વૈરી જેમ મારા તરફ આવું આચરણ કરે છે? (૫૦)
“જે માટે આશીવિષ સપની દાઢામાં, વિંછીના કાંટામાં હંમેશા ઝેર પહેલું હોય છે, તેમ મહિલાઓમાં હમેશાં નકકી દુશ્ચરિત્ર રહેલું છે.” ત્યારપછી પ્રિયદર્શનાને બોલાવરાવીને તેના સન્મુખ સાગરચંદ્ર રાજાએ કહ્યું કે, આ તમારું જ દુશ્ચરિત્ર છે, -તમે પ્રગટપણે મારા મોટા માતા છો, તે વખતે તમારા પગમાં પડીને હું તમને રાજય
"Aho Shrutgyanam