________________
{ ૨૩૪ ]
પ્રા. ઉપદેશમાતાને ગુજરાનવાલા
ગામ, નગર, ખાણ, પણ આદિનાં પાપને દૂર કરતાં, વિહાર કરતાં કરતાં દશપુર નામના નગરમાં પધાર્યા.
તે સમયે ઉજજયિની નગરીમાં ભદ્રગુપ્ત નામના આચાર્ય વૃદ્ધાવસ્થાના કારણે ત્યાં સ્થિરતા કરીને દશેય પૂર્વે ભણાવતા હતા. તેમની પાસે સિંહગિરિજીએ એ મુનિઓ સાથે જ મુનિને ભણવા માટે મોક૯યા. ભદ્રગુપ્ત આચાયે શત્રે સવમમાં એવું જોયું કે, “કોઈ પરાણાએ આવી મારા પાત્રમાં પૂર્ણ ભરેલા દૂધનું એકદમ સંપૂર્ણ પાન કર્યું.” પ્રભાતકાલ સમી ગુરુએ સર્વ સાધુને તે વૃતાન્ત કહ્યો.
વમને પરમાર્થ ન સમજેલા એક-બીજાને પૂછવા લાગ્યા, ત્યારે ગુરુએ કહ્યું કે, સ્વમતું ફલ તમે હજુ સમજ્યા નથી. અતિમહાબુદ્ધિશાળી કોઈ પરાણે આજે અહિં આવશે, તે મારી પાસે રહેલું સર્વ પૂર્વગત શ્રત ગ્રહણ કરશે. –સ્વપ્નનું ફી આ સમજવું. ભગવાન વાસ્વામી તે રાત્રે તે નગરની બહાર વસ્થા. દર્શનનાં ઉત્કંઠિત મનવાળા હોવા છતાં તેમની વસતિમાં ન ગયા.
ચંદ્રને દેખીને જેમ કુમુદનાં વને વિકસિત થાય, જેમ મેઘથી મરનાં મંડલ હર્ષ પામે, તેમ આચાર્ય પ્રવર પણ આગળ સાંભળેલ તેવા ગુણવાળા વજી મુનિને દેખીને હર્ષ પામ્યા. જેના ઉજજવલ યશથી પૃથવીમડલ શોભી રહેલ છે, એ જ આ વજ છે-એમ જાણ્યું, એટલે બે ભુજાઓ પ્રસારીને સવગે તેનું આલિંગન કર્યું.
સ્થાનિક મુનિવરેએ પરોણા મુનિઓનાં આગતા-વાગતાદિક વિનય-બહુમાન કર્યા, કેમે કરીને તેમણે સંપૂર્ણ દશે પૂર્વેનું અધ્યયન કર્યું. જયાં જ્યાં ઉદ્દેશ કરવાના હતા, ત્યાં ત્યાં અનુજ્ઞા પણ કરવામાં આવતી હતી, કારણ કે, તેમાં આ ક્રમ છે જ. અનુક્રમે ત્યારપછી દષ્ટિવાદ મહાઆગામસૂત્ર અને તેના અર્થો પણ પામ્યા.
સિંહગિરિ પણ વજની જેમ દશપુર નગરમાં આવી પહોંચ્યા અને શ્રી સિંહગિરિ ગુરુ વમુનિને આચાર્ય પદ અર્પણ કરવા તૈયાર થયા. પહેલાના પરિચિત
ભક દેવતાઓ પણ આ સમયે આવી પહોંચ્યા. તેઓએ શ્રેષ્ઠ દેવતાઈ ધુપ અને ગંધની વૃષ્ટિ કરવા પૂર્વક મહામહોત્સવ પ્રવર્તાવ્યા. શરદઋતુના તરુણ અરુણોદયની જેમ આચાર્યપદ પ્રાપ્ત કર્યા પછી ભવ્ય રૂપી કમળાને વિકસિત કરનાર અધિકતર પ્રતાપવાળા થયા.
વર્ણકાળ સિવાય વિહાર કરનારા, જો કે પિતે પિતાના ગુણેનું કથન ન કરતા હોવા છતાં આપોઆપ તેમના ગુણે સ્વયં જાણી શકાતા હતા. કારણ કે ગુન્સમુદાયને આ સ્વભાવ સ્વયં પ્રગટ થાય છે. વર્ષાકાળમાં કદંબ જે કે વનની ઝડીમાં છૂપાયેલ હોય છે, તે પણ ભ્રમરો અને મધુકરીઓ વડે પિતાની ગંધથી જાણી શકાય છે.
"Aho Shrutgyanam