________________
વજમુનિની કથા
[ ૨૩૩ } લાક દિવસ ગુરુમહારાજ ત્યાં જ સ્થિરતા કરે, તે આપણે આ કૃતકંધ જહદી સમાપ્ત. થાય, અને ગુરુ પાસે તે લાંબા સમયે પૂર્ણ થશે. ૧૪ મુનિ એકજ પિરિષીમાં તે અને વાચા આપે છે. તેથી ચિંતામણિરત્ન કરતા પણ અધિક અત્યંત સર્વને માન્ય બન્યા, નિર્મલ મણિદર્પતલમાં જેમ રૂપના પ્રતિબિંબ એકદમ પડે, તેમ નિર્મલગુ વડે નિમલ સ્વરૂપવાળા સજજનનાં હૃદયમાં વાનાં વાચનાનાં વચનો તે. પ્રમાણે પ્રતિબિંબિત થયાં.
વજ મુનિના ગુણે સાધુ-સમુદાયમાં જાણવામાં આવ્યા, આચાર્ય ભગવંત પણ પાછા આવી ગયા. હવે બાકી રહેલ શ્રુત પણ એને ભણાવવું એમ મનમાં કરેલા સંક૯પવાળા સિંહગિરિએ ચરણમાં પડેલા સાધુઓને પૂછયું કે, “તમારે સ્વાધ્યાય સુખપૂર્વક થયે ?' ત્યારે અતિપ્રસન્ન વદનમલવાળા તે સાધુઓ કહેવા લાગ્યા કે,
આને જ અમારા વાચનાચાર્ય બનાવે.” ત્યારે ગુરુએ કહ્યું કે, “આ નવજા) તમાશ મનોરથાને પૂર્ણ કરનાર જરૂર થશે. અત્યારે તો માત્ર આ ગુપ્ત ગુણગણવાળે તમાશથી જરાભવ ન પામે, અજાણપણામાં આ જ્ઞાનીની રખે તમે આશાતના ન કરી બેસે, તમને એ ખાત્રી કરાવવા માટે અમે બીજે ગામે ગયા હતા. “નહિં પ્રગટ થયેલા સુવાળા સમર્થ પુરુષ પણ કોઈ વખત તિરસ્કાર પામે છે, કાષ્ટની અંદર છુપાયેલ અગ્નિ લંઘન કરી શકાય છે, પણ સળગેલા અગ્નિ સંધી શકાતું નથી.” અત્યારે તે ઋતવાચના આપવા માટે ચોગ્ય નથી. કારણ કે ( વહન-તપ વિનય કર્યા વગર) કાનની ચાવીથી સાંભળીને તે શ્રત શહણ કરેલું છે.”
ઉત્સાર ક૫ની ટૂંકી વિધિથી તેને હું વાચના દેવા લાયક કરીશ, પછી પ્રથમ પિરિષીમાં આ ભણાવવા માટે શક્તિમાન થશે.' અત્યંત બુદ્ધિશાળી હોવાથી તે જેટલું, ગ, કર, તેટલું શ્રુત આપવા લાગ્યા. એમાં દિવસનું પ્રમાણ ગણ્યા સિવાય આચાર્ય ભાગવંતે શ્રત આપવાનું કાર્ય આરંભ્ય. બીજી પિષિીમાં તેને અર્થ કહેવામાં આવ્યા જેથી તે બંને કપોને સમુચિત બન્યા. આ પ્રમાણે તેમના દિવસે પસાર થવા લાગ્યા, શિખ્ય ચાર પ્રકારના હોય છે, (૧) અતિજાત, (૨) સુજાત, (૩) હીનજાત આ ત્રણે અનકમે એક એક કરતાં હન હોય છે, સર્વહીન સ્વરૂપ કુલિંગાલ-કુલાંગાર સમજ.”
પ્રથમ અતિજાત શિષ્ય ગુરુના ગુણેથી અધિક હેય, બીજે સુજાત ગુરુના સરખે હાય, ત્રીજે હીનજાત ગુરુના ગુણથી કંઈક ઓછા ગુણવાળો હોય અને ચોથા અલગાર નામ સરખા ગુણવાળો અર્થાત્ કુલમાં અંગારા સરખા કલંક લગાડનાર હોય.” તે જ પ્રમાણે કુટુંબના પુત્ર માટે પણ સમજી લેવું. તેમાં વમુનિ સિંહગિરિને આશ્રીને અતિજાત-અધિકગુણવાળા થયા. કારણ કે પ્રવચનના અર્થો અધિક જાણનાર હતા. ગુરુને પણ કેટલાક શકિત પદાર્થો હતા, તેના પણ અર્થે તેણે પણ કા. શિગિરિ પાસે જેટલું દષ્ટિવાદ શ્રત હતું, તેટલું શ્રુત તેમની પાસેથી ગ્રહણ કર્યું..
"Aho Shrutgyanam