________________
[ ૨૦૦ ]
પ્રા. ઉપદેશમાલાને ગુજરાતુવાદ કયું? એવા પ્રકારના વિચારે અંતઃકરણમાં આપ ન કરશે. એ જ પાપિણીએ આ કુમારના વધનું પાપ કોઈ કારણથી કર્યું છે, માટે મારા જ પ્રાણને સ્વીકાર કરે. કયારે? કઈ જગો પર? કેવી રીતે ?” એમ જયાં રાજા પૂછો હતો, એટલામાં મનોરથ શેઠે ત્યાં આવી રાજાને વિનંતિ કરી કે, “હે દેવ! મારા મહેલ ઉપર કુમાર ક્રીડા કરતું હતું, ત્યારે મારા પુત્રે દાદર પથ્થી ધક્કો માર્યો અને ભૂમિ પર પડીને મૃત્યુ પામ્યા.”
તે વખતે ભયથી આપને આ વૃત્તાન્ત ન કહ્યો, અત્યારે તમારા દુઃખથી હું કહું છું. મારા પ્રાણુની હાનિ કરવામાં આપ શંકા ન કરશે. આપને જે યોગ્ય લાગે તે મને શિક્ષા કરવા આ૫ અધિકારી છે. તે જ વખતે ત્યાં પ્રભાકર પણ આવી પહોંચ્યા. જ્યારે તેઓ બંને પિતાનો અપરાધ કહેતા હતા અને વિનતિ કરી કે, કુમારને અને મારી નાખે છે, ત્યારે પ્રભાકર વિનંતિ કરી કે, “કુમારને મેં મારી નાખ્યા છે. મારી પ્રિયાના ગર્ભના પ્રભાવથી કુમારનું માંસ ખાવાને દાહ થયો અને મેં પાપીએ તેનો દોહો પૂર્ણ કર્યો. આવું અકાર્ય કરવાથી હું તમારો મિત્ર કે બ્રાહ્મણ કેમ ગણાઈ શકું? મારી નિષ્ઠા વિષ્ટામાં પલટાઈ ગઈ. હવે તમે શિક્ષા કરવામાં વિલંબ ન કરો. આ શેઠ તે ઉત્તમ સજજન છે કે, જે આડી-અવળી વાત કરીને પિતા પર ગુન્હો વહોરી લે છે. રાજકુમારની હત્યા મેં જ કરી છે.”
ચિત્રામણ સખો સ્થિર બનેલો રાજા જેટલામાં આ ત્રણે તરફ જુએ છે, તેટલામાં પ્રભાકરે કહ્યું. “હવે આપ આ વિષયની શંકા દૂર કરી. બાલહત્યા કરનાર બ્રાહ્મણ એવા મને પ્રાયશ્ચિત પણ શુદ્ધ કરે તેમ નથી. હે રાજન! એમ પણ કંઈ જણાતું હોય, તે પણ હું બીજું કેમ કરું? અહિં હું જ ગુનેગાર છું પણ અહિ પુત્રને મેં સ્વર્ગસ્થ કર્યા છે” આ વિષયમાં તેણે સેશન આપીને રાજાને સ્થિર કર્યા. હવે રાજાએ કહ્યું કે, “કદાચ તેમ થયું હોય તે પણ હે મિત્ર! હું તારે અપરાધ ગણત નથી અને આ અપરાધની હું તને ક્ષમા આપું છું.'
“હવામી, મિત્ર, ભાર્યા, બુદ્ધિ, ધન અને આત્માની આપત્તિરૂપ કટીના સમયે પુરુષ તેના સારાપણાની પરીક્ષા કરી શકે છે.” આ રાજદ ખરેખર ચંદ્રની સાથે યથાર્થ ઘટી શકે છે કે, જે કલંક સરખા પણ આશ્રિત હરણને ત્યાગ કરતું નથી. ફરી રાજાએ કહ્યું કે, “નિર્જન વનમાં મરેલા સરખા મને તૃષા લાગી હતી, તે સમયે જીવિતદાન સરખું તે આમળું આપ્યું હતું, તે હું ભૂલ્યા નથી. તે છત્રાતિરછ મૈત્રીવાળા તે વખતે તરત મૃત્યુ પામ્યો હોત તે આ રાજય પણ કોણ ભગવતે ? માટે આ સર્વ તારું જ છે. તે સમયે પ્રભાકરે કહ્યું કે, “હે દેવ! જે તરવથી એમ જ હોય, તે મારે ત્યાં ભેજન માટે પધારવાની કૃપા કરો.” રાજાએ તે વાતને વીકાર કર્યો. પ્રાતઃકાલે પ્રભાકર પુરોહિતે નગરકે અને પરિવાર સાથે રાજની પિતાના ઘરે પધરામણી કરાવી.
"Aho Shrutgyanam