________________
પ્રભાકરની કથા
[ ૧૮ ] કઈ રીતે પૂર્ણ કરી શકાય તેવું નથી, કોઈની પાસે પ્રગટ પણ કરી શકાય તે નથી-એ પ્રમાણે હંમેશાં ખેદ પામતી તે અત્યંત દુબલ-કુશ અંગવાળી બની ગઈ.
પિતાની પ્રિયાની આવી વિષમ સ્થિતિ રેખીને પ્રભાકરે મહાઆગ્રહથી દુબળ કાયા થવાનું કારણુ પૂછયું. નમણાં નેત્ર કરીને ઘવાયેલાં હૃદયવાળી પત્નીએ પિતાને અશુભ દોહદ પ્રગટ કર્યો– એટલે પ્રભાકરે કહ્યું, “હે પ્રિયા ! તું ફેગટ મનમાં દુઃખ ન લાવ, તારા દોહલાને અવશ્ય હું પૂર્ણ કરીશ. હે આવે ! કાર્ય કરવાની દઢ ઈચ્છાવાળાને આ કાર્યની શી વિસાત છે? એકાંતમાં કુમારને ગુપ્ત સ્થાનમાં છૂપાવીને પરમ આદરપૂર્વક કોઈક બીજાનું સારી રીતે સંસ્કારિત કરેલું તયાર માંસ ખાવા આપ્યું. ક્ષણવારમાં આનંદ અને કલ્યાણ પામેલી અતિ હર્ષવાળી બનેલી તે ગર્ભ ધારણ કરવા લાગી. - ભજન-સમયે શાએ કુમારની તપાસ કરાવી. એકદમ દરેક જગાએ શોધવા છતાં ન દેખા કે ન કોઈ સમાચાર મળ્યાં. રાજા ભેજન કરતું નથી અને બોલવા લાગ્યા કે, યમરાજાએ કેના તરફ નજર કરી છે કે શેષનાગના ફણાના મહિને ગ્રહણ કરવા માફક મા પુત્રને લઈ ગયે.” આ વાત નગરમાં ચારે બાજુ ફેલાઈ ગઈ અને રતિવિલાસાએ પણ સાંભળી અને લાંબો વિચાર કરવા લાગી કે, માંસ ખાવાના મનોરથનું આ પરિણામ આવ્યું. ' અરે રે! ખરેખર હું હણાઈ ગઈ, મને ધિક્કાર થાઓ કે, આવું અધમ કાર્ય મેં કહ્યું, મને જીવવાથી સર્યું, મારા સવામી જીવતા રહો, મને જેમ ગર્ભ વહાલ છે, તેમ રાજાને પિતાનું બાળક પ્રિય હોય જ, તેમાં પણ કાલું ઘેલું બોલી અમૃતવચને સંભળાવનાર બાળક વિશેષ વહાલો લાગે. શાકિની માફક લક્ષણવંત કુમારનું ભક્ષણ કરી હું મૃત્યુ કેમ ન પામી? શું જન્મનાર બાળક શાશ્વતે જીવતા રહેવાને છે ? હવે કોઈ પ્રકાર આ હકીકત રાજાના જાણવામાં આવશે, તો મારા પતિનું મૃત્યુ નિવારણ કરનાર કેણ મળશે? હજુ જેટલામાં મારા પતિની વાત કેઇના જાણવામાં આવી નથી, તેટલામાં મનોરથ શેઠની સાથે મંત્રણા કરી કંઈક રક્ષણનો ઉપાય કરું.”
ત્યાર પછી તરત મનોરથ શેઠના ઘરે જઈને જે પ્રમાણે હકીકત બની હતી, તે પ્રમાણે તેની આગળ નિવેદન કરી. શેઠે કહ્યું કે, તે આવું અકાય કેમ કર્યું? પ્રભાકરના પ્રાણોને તે ખરેખર હોડમાં મૂકયા. તે પણ ધર્મ ધારણ કરીને નિરાતે તારા ઘરે જા, હું કઈ પ્રકાર બને તેમ કરી તેને પ્રતિકાર કરાવીશ.” તિવિલાસા પિતાના મહેલે જઈ વિચારવા લાગી કે, આ શેઠ મારા પતિનું રક્ષણ કરશે, તો પિતાનું મૃત્યુ થશે. અને બિનગુનેગારનું મૃત્યુ થાય, તે તે બહુ જ ખોટું ગણાય. એમ વિચારી જેટલામાં શેઠ રાજા પાસે પહોંચ્યા નથી, તેટલામાં રતિવિલાસા પિોતે જ પાસે પહોંચી વિનંતિ કરવા લાગી કે, કેણે છળ-પ્રપંચથી આ કુમારનું અપહરણ
"Aho Shrutgyanam