________________
[ ૧૯૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજરાતુવાદ શય તૃષા લાગી, એટલે અશ્વ ઉપરથી નીચે ઉતરીને તે રેતાળ ભૂમિ ઉપર બેઠે. પ્રભાકરને કહ્યું કે, “મારા ચપળ પ્રાણે પ્રયાણ કરવા તૈયાર થયા છે, માટે હે મિત્ર! તું ઉતાવળ કરી ઘેડાને ત્યાગ કરી પીવા માટે પાણી જલદી લાવી આપ.” ત્યારે બ્રાહ્મણે કહ્યું કે, ધીરજ રાખે, એમ કહી પ્રભાકર જગતમાં ચારે બાજુ પાણીની શેક કરવા લાગ્યા.
કયાંયથી પણ જળ ન મળવાથી જેમ ગુરુ પાસેથી વિષય-તૃષ્ણા દૂર કરનાર જ્ઞાન, દર્શન અને ચારિત્રની પ્રાપ્તિ થાય, તેમ મોટા વૃક્ષ પાસેથી તૃષ્ણા દૂર કરનાર ત્રણ મોટાં આમળાં પ્રાપ્ત કર્યા. જળ પ્રાપ્ત કર્યા વગર એકદમ આમળા લઈને વિ પાછો આવ્યો. ચિન્તાયુત ચિત્તવાળા પ્રભાકરે મૂછના વિકારથી બેભાન બનેલા કુમારને જોયો. પોતાને જળ ન મળવાને કારણે વિલખા માનાવાળો મનમાં દુખ લાવતે બંને નેત્રમાંથી અશ્રુ-જળ ટપકાવવા લાગ્યા. મૂછી રૂ૫ અંધકારને નાશ, કરનાર બાલસૂય સમાન લાલવર્ણવાળું વાદિષ્ટ એક આમળું કુમારના મુખમાં સ્થાપન કર્યું.
ખીલેલા ચંદ્રની જેમ લગાર બંને નેત્ર ખોલ્યાં, એટલે વિષે કુમારને બીજા બે આમળાં આપ્યાં. કુમાર ભાનમાં આવ્યા, તે ક્ષણે પીડ પામતે અને મૂછીથી ઉન્નત થયેલા મુખવાળો ધૂળથી મલિન થયેલા આકાશને જોવા લાગ્યા. આ આકાશના મધ્યભાગમાં અકસ્માત ભય પામેલાની જેમ પૃથ્વી પોતાની સારભૂત રજ કેમ ફેકતી હશે?' એટલામાં ઉદ્વેગ મનવાળા કુમાર અને વિપ્ર ત્યાં બેઠા હતા, તેટલામાં કુમારની શોધ કરતા ભજન-પાણ સહિત સૈન્યના માણસે આવી પહોંચ્યા. ત્યારપછી દિવસના આવશ્યક કાર્યો કરીને કુમાર અને પ્રભાકર પરિવાર સાથે પિતાની નગરીએ પ્રયાણ કર્યું. ક્રમે કરી પહેચીને નગર અલંકૃત કર્યું.
પિતાના મોટા રાજ્ય ઉપર રનરથ પિતા રાજકુમારનો અભિષેક કરીને પોતે વનવાસી તાપસ થશે. આ નવીન રાજાએ પ્રભાકરને પુરહિતપદે અને મને રથ શેઠને નગરશેઠ પદે સ્થાપન કર્યા. તેમને ન્યાય અને નીતિથી મહારાજયનું નિરંકુશપણે પાલન કરતા હતા. તેમના દિવસે પવિત્ર મૈત્રીના કારણે આનંદમાં પસાર થતા હતા. જેમ. શેરડીનું માધુ, તથા શંખની તતા હોય છે, તેમ સજનની મૈત્રીને આનંદ જિંદગી સુધી હોય છે.
પુરોહિત પરની રતિવિલાસાને ગર્ભના પ્રભાવથી કઈક વખતે એવા પ્રકારને. દેહ ઉત્પન્ન થયો. પોતાના ઘરના આંગણામાં વાર લાજાએ ક્રીડા કરતા રાજકુમારને દેખી મનોરથ ઉત્પન્ન થયો-આ કુમારનું કાલખંડમાંસ-કાળજું ખાઊ તે જ જીવીશ, નહિંતર મૃત્યુ પામીશ.” “કપટ કરવું, અનાર્યપણું, હઠાગ્રહ, દુર્જનતા, નિર્દયતા આ રોષે સીએમાં ગળથુંથીથી હોય છે અથત જન્મથી સવાભાવિક હોય છે. જે દોહ.
"Aho Shrutgyanam