________________
[ ૧૮ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂજનુવાદ કાનના તાડન સરખું ક્ષણમાં વિનાશ પામવાના સ્વભાવવાળું છે. શરીર ક૯પાંતકાળના વાયરાથી ભમતી દીપશિખા સરખું અસ્થિર છે. જીવોનું યૌવન પર્વત-નદીના વેગ સરખું એકદમ ગિલું છે. જે ધમ કરવામાં ઢીલ કરીએ, તો ધર્મ કર્યા વગરના રહી છે અને વચ્ચે મરણ આવી પડે તે દુર્ગતિ થાય. માટે હે સુકૃતિ! શુભ કાર્યમાં ઉતાવળ કર. હે ચતુર મતિવાળી! તમો જલદી ચારિત્ર લેવાની ઈચ્છાવાળા છે, તે વિલંબ ન કરે, કારણ કે, કાલક્ષેપ કરવાથી વિજય અને સુજય માફક વચમાં વિન ઉભાં થાય.
વિજય સુજયની કથા
લલાટમાં તિલક સરખી શોભાવાળી પૃથ્વીમાં વસુમતી નામની નગરી હતી. ત્યાં અદભુત ગુણ-સમુદાયવાળો જયમિત્ર નામનો રાજા હતા. તે નગરીમાં વક લેકમાં ઉત્તમ એવો સોમધમાં નામને શ્રેષ્ઠી હતે. તેને અતિવિનયવંત એવા ૧ વિજય, ૨ સુજય, ૩ સુજાત અને ૪ જયન્ત એવા નામવાળા ચાર પુત્રો હતા. વિખ્યાત નામવાળા સારા કુળમાં જન્મેલી ચાર બાલિકાઓ સાથે તેઓએ લગ્ન કર્યા. પ્રૌઢ ફણસના વૃક્ષની જેમ બે, ત્રણ, ચાર પુત્ર હોવાથી તેઓ પુત્રવાળા થયા, તેમ જ બુદ્ધિશાળી હોવાથી ગૃહજારની ધુરા ધારણ કરવા માટે સમર્થ બન્યા. હવે સેમધર્મ પિતાએ ધર્મસામ્રાજ્ય મેળવવાની ઈચ્છા હોવાથી ગેત્રીય વજનને નિમંત્રણ આપી ભોજન કરાવ્યું. ત્યાર પછી તેઓ સમક્ષ ચારે પુત્રોને કહ્યું કે, “હે વત્સ ! તમે પરસ્પર કજિયા-કંકાસ-કલેશે સર્વથા ન કરશે. કીર્તિલતાના કયારા માટે જળસમાન, ધર્મના અંકુરા ઉગવા માટે ઉત્તમ જમીન સમાન, સુખરૂપ ચંદ્રના ઉજજવલ કિરણ સમાન કુટુંબને સંપ છે.
હવે કોઈ પણ પ્રકારે પરસ્પર સ્ત્રીઓનાં વચનથી સંપ તૂટે, તે પણ હે પુત્ર! તમાં સુનીતિવાળા છે માટે વિરોધ ન કર, કે લડવું નહિ. જે કારણ માટે કહેલું છે કે –“જે કુલમાં પરસ્પર કલહ થાય છે, તેની અપકીતિ, સુખને પ્રવાસ અર્થાત્ સુખનું ચાલ્યા જવું, દુવ્ય સનેનું આગમન, કુવાસનાઓને અભ્યાસ, અનેક પાપોને નિવાસ થાય છે. કદાચ બધુઓમાં કોઈ તેવા બહારનાં ખાટા વચનથી મનને ભેદ થાય તે સ્ત્રીઓના અને દુર્જનનાં વચન કાને ન સાંભળવાં. તેમ છતા અનિચ્છાએ કોઈ પ્રકારે છૂટાં પડવું પડે, તે અનુક્રમે ચાર ખૂણામાં નિશાને છે, તે કાઢી લેવાં. કેટલાક દિવસે પછી પિતાજી પરાકવાસી થયા પછી પણ પહેલાંની જેમ ઘણુ વર્ષે સુધી પ્રીતિપૂર્વક વર્યા, કુટુંબ વધતું ગયું અને ગુહ-કારભાર વધી ગયો, હવે એકત્ર રહેવા માટે અતિવંત થયા, ત્યારે જુદા રહેવા માટે નિશ્ચય કર્યો. બહારનું દશ્ય ધન જાણેલું છે. જ્યારે નિધિઓને બહાર કાઢી વહેંચણી કરવા લાગ્યા, ત્યારે વિજયના કળશમાંથી ગાય અને ઘેડાના કેશ નીકળ્યા. બીજા નિધાનમાંથી માટી, ત્રીજા
"Aho Shrutgyanam