________________
{ ૧૫૦ ]
પ્રા. ઉપદેશમાલાના ગૂજરાતુવાદ
સુવડાવ્યા. યમુનાનદીના પ્રવાહમાં તે પેટીને વહેતી મૂકી, ભવિતવ્યતા-ચેાગે પ્રાતઃકાળના સમયે શૌરિષ્ઠપુરમાં નિવાસ કરનાર કે શ્રેષ્ઠીએ શૌચ માટે નદી-કિનારે આવેલા; તેમણે તે પેટી દેખી અને સ્વીકારો. પેટી ખેાલીને જોયું, તે તેઓએ બાળક યુગલને જોયું. કાલિન્દી દેવતાએ આપેલ ભેટના અણુધા લાશ સ્વીકારી એકે પુત્રને અને બીજાએ પુત્રીના સ્વીકાર કર્યાં અને મુદ્રિકામાં નામ હતાં, તે નામ રાખ્યાં. અનુક્રમે અને ખાલકા શરીરથી વૃદ્ધિ પામવા લાગ્યા.
ત્યારપછી નવીન યૌવન, અતિશય રમણીયતા વડે રંજિત થયેલા હૃદયવાળા એવા તે ખને શ્રેષ્ઠીઓએ તે બંનેના સરખાં રૂપ-રંગ-રેખા વિશેષ ફૂલવાળાં બા' એમ ધારી બનેનાં લગ્ન કર્યાં. બીજા દિવસે તે “પતીએ પાસા-ક્રીડાની રમત શરુ કરી ત્યારે કુબેરદત્તે પાસા નાખ્યા, તે સાથે પેાતાની મુદ્રિકા સરી પડી, તે મુદ્રિકાને એરદત્તા ખારીકીથી અવલાકન કરતાં પેાતાની મુદ્રિકા સરખી જ બરાબર મળતી આવતી હૉવાથી વિચાર કરવા લાગી અને મનમાં સંકલ્પ પ્રગટ થયે! કે, ‘કદાચિત્ આ મારા ભાઈ તે નહિ હશે ? વળી તેના પ્રત્યે આલિંગન કે સુરતક્રીડા માટે મારુ' મન ઉત્તેજિત થતું નથી, તેમ મારા પ્રત્યે તેને પણ પ્રિયામુદ્ધિ થતી નથી. માટે નક્કી ા વિષયમાં કાઈ દૈવી સકેત છૂપાયેલ હોવા જોઇએ.' “ કાઈક કરવા માટે સમય ન હાય, કરવા માટે ચાંચળ મન પશુ તૈયાર ન થાય, છતાં એ કાય શુભ કે અશુભ હાય, તે કાય કરવા માટે દેવ ત્યાં ખેચી જાય છે તેમાં શું આશ્ચય છે ?” ત્યારપછી તત્કાલ દ્યુતક્રીડા બંધ કરી બંને મુદ્રિકાએ કુબેરદત્તના હાથમાં મૂકી માતા પાસે પહેાંચી,
સા સાગનથી માતાને બાંધીને માતાને પૂછ્યું કે, ‘હું તારા ઉદરથી જન્મતી છુ કે ફ્રાઈ દેવતાએ આપેલી પુત્રી છુ ” એટલે જે પ્રમાણે વૃત્તાન્ત અન્યા હતા, તે પ્રમાણે માતાએ જણાગ્યે. શાકાગ્નિમાં ડૂબેન્રીએ તેણે સવ* વૃત્તાન્ત કુબેરદત્તને જણાવ્યા. એ સમાન મુદ્રિકા દેખવાથી ઉત્પન્ન થયેલા વિતર્ક વાળા કુબેરદત્ત પણ તે જ વૃત્તાન્ત માતાને જણાગ્યે. અનુચિત્ત આચાર રૂપ શાકાગ્નિથી વ્યાપેલા 'તઃકરણવાળા તેઓ બનેએ તાતાના માનેલા માતા-પિતાને કહ્યું કે, ‘અમે બંને ભાઈ-બહેન છીએ’ એવું તત્ત્વ જાણ્યા વગર તમામે અમારા વિવાહ કર્યા, તે અનુચિત કાર્ય કર્યું છે, પરંતુ પરસ્પર પાણિ ગ્રહણના પશ સિવાય કોઇપણ દોષન સેવન થયું નથી, માટે અમને સ્વગૃહે જવાની રજા આપેા.' કુબેરદત્તાએ પાતાની મુદ્રિકા પાછી લઈ લીધી. પિતાને ઘેર પહોંચી. ત્યાં તે જ કારણુથી માતા-પિતા રુદન કરતાં હતાં, છતાં તેણે દીક્ષા 'ગીકાર કરી અને પેલી મુદ્રિકા પેાતાની પાસે છૂપાવીને શખેલી હતી. તીક્ષ્ તરવારની ચાર સરખા તીવ્ર તા તપતી હાવાથી તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનના ઉપયાગ મૂકીને દેખ્યું; તે કુબેરદત્ત વેપાર માટે મથુરાનગરીમાં ગયા હતા, અને પેાતાની જ માતા કુબેરસેના સાથે સવાસ કરતા જોયા.
"Aho Shrutgyanam"