________________
જંબુસ્વામી ચરિત્ર
[ ૧૩૫ ]
અતિતીવ્ર તપ તપવું, સુવિહિત સાધુઓ પાસે જઈ ઉપદેશ-રસાયણનું સદા પાન કરવું, ગુરુવંદન, દેવવંદન, પ્રતિક્રમણ, પચ્ચકખાણ વગેરે ક્રિયામાં
ઉદ્યમ કરે છે.' ભવદેવ-તે તેને આંખથી નિહાળું.' શ્રાવિકા–“અચિવાળી તેને નિહાળવાથી શું લાભ ? અથવા તો મને દેખી, એટલે
તેને જ ખેલી માને. વધારે શું કહેવું? જે હું છું તે જ એ છે, તે છે
એ જ હું છું, બંનેનો આત્મા જુદા નથી.” ભવદેવ-તે એમ સ્પષ્ટ કહી દે કે, હું જ તે નાગિલા છું. હે શ્રાવિકા ! તું જ
નાગિલા હેવી જોઈએ.” શ્રાવિકાચાસ, અતિપ્રૌઢ બ્રહ્મચર્યને ધારણ કરનારી, ચરબી, માંસ, વિષ્ટા આદિ
અશુચિપૂર્ણ ચામડાની ધમાણ-પખાળ સરખી હું પોતે જ નાગિલા છું. મારી ગુરુણીએ કહેલી એક કથા હું તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો
અને આવું સાધુપણું તમે હારી ન જાવ.” પાડાને પ્રતિબેધ–
કઈક સમયે તત્કાલ વિધુર અને વૃદ્ધ બ્રાહ્મણ પુત્રને લઈને નગરભંગ થવાના કારણે ઘરથી બહાર નીકળી ગયો. મોક્ષસુખની અભિલાષાવાળા, સાધુ પાસે ધર્મશ્રવણ કરી ઉત્પન્ન થયેલી સમતિવાળા તેણે દીક્ષા અંગીકાર કરી. તે દશવિધ ચક્રવાલ ચામાચારીનું પાલન કરતા હતા, કઠણ ક્રિયાઓ કરતા હતા. તેને જે પુત્ર સાથે સાધુ થયે હતું, તે ઠંડા આહાર, વાદ-રસ વગરનું ઉકાળેલું જળપાન કરવું, પગમાં પગરખાં ન પહેરવાં, કઠણ પથારીમાં શયન કરવું, નાવા-ધોવાનું મળે નહિં. આ વગેરે કઠણ સાધુચર્યાથી મનમાં ખેદ અનુભવતો પિતાજીને કહેવા લાગ્યો કે– “હે અંત! આ ઠંડું ભેજન મને નથી ભાવતું અરસ-વિરસ જળપાન કરી શકતું નથી.” ઈત્યાદિક બોલતા હતા, ત્યારે વૃદ્ધ પિતાએ કેટલાક સમય જણાપૂર્વક તેને માફક આવે તેવા પ્રકારના આહાર-પાણી લાવી આપ્યા. એમ કેટલાક સમય સંયમમાં પ્રવર્તાવ્યો. કોઈક સમયે પુત્રે કહ્યું કે- “હે ખંત ! કામદેવના બાણ કાવાથી જર્જરિત શરીરવાળે હું હવે સ્ત્રી વગર ક્ષણવાર પણ પ્રાણ ધારણ કરવા સમર્થ નથી.” એટલે પિતાએ પુત્રનો ત્યાગ કર્યો. “અસંત જીવની સારસંભાળ કરવાથી સયું.” જે કારણથી કહ્યું છે કે-- “જિનેશ્વર ભગવંતોએ એકાંતે કોઈ પણ વસ્તુની અનુજ્ઞા કે પ્રતિષેધ કર્યા નથી, માત્ર મૈથુનભાવને છોડીને. કારણ કે મૈથુનકીડા રાગ-દ્વેષ વગર બની શકતી નથી. ત્યારપછી તે દીક્ષા છોડીને પોતાના પૂર્વના સહવાસીને યાદ કરીને એક બ્રાહ્મણને ત્યાં ઘરકામ કરવાની આજીવિકાચી રહેવા લાગ્યા.
"Aho Shrutgyanam