________________
[ ૧૩૬ ]
પ્રા. ઉપદેશમાલાને ગૂર્જશનુવાદ કેટલાક કાળ પછી એક છોકરી સાથે લગ્ન કર્યું. વિવાહ સમયે ગામમાં ધાડ પડી અને તે નવદંપતીને મારી નાખ્યા. ભગતૃષ્ણાવાળો તે આર્તધ્યાનમાં વર્તત હોવાથી મૃત્યુ પામી પાડે થયે. પિતાસાધુ પંડિતમરણ પામવાપૂર્વક કાળધર્મ પામી દેવલોકમાં દેવ થયા. અવધિજ્ઞાનથી દેવે પુત્રને પાડારૂપે જોયો. દેવે દેવમાયાથી યમરાજા સરખી માટી કાયા વિમુવી કસાઈ દ્વારા તે પાડો ખરીદ કર્યો અને તેના ઉપર ઉચકી ન શકાય તેટલો ભાર આપે. ગ્રીષ્મ ઋતુવાળા, સખત તાપવાળા કાળમાં તપેલી રેતીના માર્ગમાં તેના ઉપર ચડી ગાઢ લાકડીના પ્રહાર મારવા પૂર્વક તેને ચલાવે છે. જ્યારે જિલ્લા બહાર નીકળી જાય છે અને તપેલી રેતીમાં નીચે ઢળી પડે છે, ત્યારે જોરથી લાકડી-હેફનો માર મારી ઉઠાડે છે અને પ્રકારની પીડાથી જેટલામાં પ્રાણ જવાની તૈયારી થઈ એટલે સાધુનું રૂપ વિકર્થી પોતાનું પૂર્વભવનું સવરૂપ બતાવે છે. વળી કહે છે કે, “હે ખંત ! તે તે કરી શકવા માટે હું સમર્થ નથી.” સાધુરૂપને દેખતો તે પાડે વિચારે છે કે, “આવું રૂપ પહેલાં મેં કયાંય જોયેલું હતું એમ વિચારતા પાડાને તેવા પ્રકારનાં આવરણ કર્મના ક્ષપશમ-પડલ ૬૨ થવાના ચગે જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારપછી પોતાની ભાષામાં “હે અંત ? મારું રક્ષણ કરો, યમદૂત સરખા આ કસાઈથી મને છોડાવો.” દેવે કહ્યું, “અરે કમાઈ ! આ મારા મુલકને પીડા ન કરો.” તેણે કહ્યું-“તમારું વચન તે પાડે સાંભળતું નથી, માટે તમે ખસી જાવ. અમે તે એની પાસે ભાર વહન કરાવીશું. જીવતાં તે તેનો છૂટકારો નહી જ કરીએ.” જ્યારે દેવે જાણ્યું કે, “હવે એ ધર્મ માર્ગ અંગીકાર કરશે. ત્યારે તેની પ્રાર્થનાથી તેને છેડો અને દેવે ઉપદેશ આપે. ભય દેખે, એટલે દેશવિરતિરૂપ શ્રાવકધર્મ સ્વીકાર્યો, ભક્ત-પ્રત્યાખ્યાન અર્થાત અનશન કરી સૌધર્મ કહ૫ નામના પ્રથમ દેવલોકમાં વૈમાનિક દેવપણે ઉત્પન્ન થયે. તિર્યંચગતિ અને દુર્ગતિમાં જતા એવા તે પાડાને પિતાએ બચાવે.”
પરંતુ તમને તો દેવલોક ગયેલા મોટા ભાઈએ સાધુરૂપ દેખાડીને પ્રતિબોધ પમાડવાનો ઉપાય ન કર્યો. અનિય એવા જીવિતમાં તમે પ્રમાદી બની કાળ પામી દુઃખમય સંસારમાં પરિભ્રમણ કરશે, તે હવે અહિંથી ગુરુની પાસે પાછા જાવ. જે કારણ માટે કહેલું છે કે- “જેઓને તપ, સંયમ, ફાતિ અને બ્રહ્મચર્ય પ્રિય છે, તેઓ પછી પણ તેવા ધર્મકાર્યમાં પ્રયત્ન કરે છે, તેઓ અમરદેવોના ભવનોમાં વાસ કરે છે.”
આ સમયે તે બ્રાહમણને એક પુત્ર ખીરનું ભોજન કરીને ત્યાં આવી પહોંચ્યા. ગમે તે કોઈ કારણથી તેને ત્યાં વમન થયું. બ્રાહ્મણીએ કહ્યું – “હે પુત્ર! ચાખા, દૂધ, સાકર વગેરે સામગ્રી માગી લાવીને આ ખીર રાંધી હતી, તે આ વમેલી ખીર ફરીથી ખાઈ જ, આ સુન્દર મિષ્ટાન્ન ભોજન છે. ત્યારે ભવદેવે કહ્યું – “હે ધર્મશીલા! આવું શું બોલે છે ? વમન કરેલું ભોજન દુર્ગુચ્છનીય-ખરાબ હોવાથી ખાવા યોગ્ય. ન ગણાય.” હવે આ પ્રસંગે નાગિલા કહેવા લાગી કે, “તમે પણ વળેલું ખાનાર કેમ
"Aho Shrutgyanam