________________
{ ૧૩૪ ]
.પ્રા. ઉપદેશમાલાને ગૂજરાનુવાદ લાગ્યું કે, “મારા લાંબા કાળના વિરહાગ્નિથી બિચારી બળતી-ઝળતી કુશ શરીરવાળી બની ગઈ હશે, વિવાહ સમયે મારા પ્રત્યે નવીન નેહવાની હતી, હવે તેને એળખીશ કેવી રીતે ?” એમ વિચારતો કઈક મંદિરના દ્વારભાગમાં જેટલામાં જ રહે છે, તેટલામાં ત્યાં આગળ ગામમાંથી પૂજાનાં ઉપકરણેથી પૂર્ણ થાળ હાથમાં ધારણ કરેલી એક સી બ્રાણ પૂજારણ સાથે ત્યાં આવી પહોંચી. “આ સાધુ ભગવંત છે.” એમ કરી તેમને વંદના કરી, “શરીર તથા સંયમયાત્રા સુખપૂર્વક ચાલે છે. ?” એમ બે પ્રકારે સુખશાતા પૂછી. આવનાર ભવદેવ મુનિએ તેને પૂછયું કે, “હે શ્રાવિકા ! આર્ય શઠેડ, રેવતી તથા તેમની પુત્રવધૂ નાગિલા જીવે છે કે?” શ્રાવિકા મનમાં ચિંતવવા લાગી કે, “આ તેઓ હશે કે જેની સાથે મારા લગ્ન થયાં હતાં, તે હવે હું તેમને પૂછું કે, “તમોને તેમનું શુ પ્રજન છે?” મુનિએ કહ્યું કે, “આ
ઠોડ તથા રેવતીનો હું ભવદેવ નામને નાનો પુત્ર છું અને નાગિલા સાથે મારું લગ્ન થયાં હતાં. તે સમયે મારી પ્રિયાનું મુખમંડન અપૂર્ણ મૂકીને મારા પ્રિયાબંધુ મુનિ ભવદત્તના દબાણ અને શરમથી આટલા દિવસ દીક્ષા પાળી. ભવદત્તમુનિ છેડા સમય પહેલાં દેવલોક પામ્યા. એટલે હવે હું ત્યાંથી મારી પ્રિયાનું મુખકમલ નીરખવા ઉત્સુક હૃદયવાળે અહિં આવ્યો છું.” પેલી સ્ત્રીએ કહ્યું કે, “તમારા માતાપિતાજી મૃત્યુ પામ્યાને ઘણે કાળ વીતી ગયા, પરંતુ હજુ નાગિલા જીવે છે અને અને તે મારી સખી છે.” નાગિલાને હિતોપદેશ
મદેવ કહે – “તેનું સર્વ સ્વરૂપે જાણતી હોય, તે તને કંઈક પૂછું, તે કેવા રૂપ, લાવાય અને વર્ણવાળી છે ? અત્યારે તેની વય કેટલી હશે ?” શ્રાવિકા–“જેવી હું છું તેવી જ તે પણ છે, તેમાં લગાર ફરક નથી, પરંતુ સુંદર
ચારિત્રવાળા હે મુનિવર ! તમને તેનું શું પ્રયોજન છે?” ભવદેવ“પરણતાંની સાથે જ તે બિચારીને મેં ત્યાગ કર્યો હતે.” શ્રાવિકા -તેના ભાદયથી જ તમે ત્યાગ કરી, તેથી તેની ભવ-વિષવેલડી સુકાઈ ગઈ.” ભવદેવ-“શુભ શીલવાળી, તેમ જ સુંદર વતનવાળી છે તે શ્રાવક વ્રતે પાળે છે?” શ્રાવિકા-એકલી વ્રત પાળતી નથી, પરંતુ બીજાને પ્રેરણા આપી પળાવે પણ છે.” ભવદેવ-“હું તે તેનું નિરંતર સ્મરણ કરું છું તે તે પણ મને યાદ કરે છે ?' શ્રાવિકા–“તમે તે સાધુ થઈને ચૂકયા, તે તો નિરંતર મોક્ષમાર્ગ માં લાગી ગઈ છે..
તમારા બેની તુલના કેવી રીતે કરી શકાય? તે તે દરરોજ દેરાસરમાં જયાપૂર્વક કચરો કાઢ, સાફસૂફી કચ્છી, ચૂને દેવરાવવો વગેરે પ્રભુભક્તિકાર્યમાં રોકાયેલી હંમેશા શ્રાવિકાનાં વ્રતનું પાલન કરવું, ભાવનાઓ ભાવવી,
"Aho Shrutgyanam