________________
જંબુસ્વામીની કથા
[ ૧૩૩ ] ચરણ-કમલમાં પ્રણામ કર્યા, એટલે મુનિએ સને ધર્મલાભના આશીર્વાદ આપ્યા. નેહી કુટુંબી વગે પૂછયું કે, ધર્મ નિર્વાહ કરવાનું સાધન આપનું શરીર કુશલ તેમ જ શીલ અને વ્રતો સુખપૂર્વક વહન થાય છે ને? તે મુનિએ પણ કહ્યું કે, “તમે સર્વે વિવાહ કાર્યમાં વ્યગ્ર છો, તો હું જાઉં છું.” ત્યારે સાધુને ક૯પે તેવા ભેજ. નાદિ ભવદર મુનિને પ્રતિલાવ્યા. નવવધૂના મુખની શોભા કરવામાં રોકાયેલ હોવા છતાં ‘ભાઈ મુનિને પ્રણામ કરીને તરત પા છે આવું છું” એમ કહી બહાર આવી વદત્તને પ્રણામ કર્યા. એટલે નાનાભાઇના હાથમાં પાત્ર સમર્પણ કરી મુનિ લઘુ બધુ સાથે ઉપાશ્રય તરફ ચાલ્યા. નેહી સંબંધી કેટલાક પાછળ વિદાય આપવા આવ્યા. સ્ત્રીવશે થોડું ચાલી પાછા વળી ગયો. તેમની પાછળ પુરુષવર્ગો પણ પ્રણામ કરી ઘર તરફ પ્રયાણું કર્યું. આ સમયે ભવદેવે મનમાં વિચાર્યું કે, “મોટાભાઈ પાછા વળવાનું ન કહે, તે મારાથી પાછા કેવી રીતે વળાય? બીજી બાજુ નવવધૂના મુખની શોભા કરવાનું કાર્ય અધુરું મૂકીને આ છું. હવે મોટાભાઈ પાત્ર પકડાવેલા નાનાભાઈને પૂ* ક્રીડા કરેલાં સ્થાનો બતાવતાં કહે છે કે, “ પહેલા આપણે અહિં રમતા હતા, અને પછી થાકીને ઘરે જતા હતા.” હવે ભવદેવ મનમાં વિચારે છે કે, “કઈ પ્રકારે મોટાભાઈ મારા હાથમાંથી પાત્ર પિતાનાં હાથમાં લઈ લે, તો હું પાછો ફરું.' આ વાત સાંભળતા સાંભળતા ભવદેવ ગુરુ પાસે જ્યાં આવી પહોંચ્યો એટલે ઉપાશ્રયમાં રહેલા મુનિઓ એકદમ બોલવા લાગ્યા કે, “આ તો નાનાભાઈને આજે જ દીક્ષા આપવાનો.'
શણગારેલા સુંદર વસ્ત્ર પહેરેલા અને આભૂષણોથી અલંકૃત કરેલા ભાઈને સાથે લાવ્યો એટલે ભવદત્તે કહ્યું કે, “મુનિવાણું દિવસ અન્યથા અને ખરી ?” આચાયે* ભવદેવને પૂછ્યું કે, “હે વત્સ ! આ તારા મોટાભાઈ સાચી વાત કહે છે ?” મોટાભાઈ બેટા ન પડે તેથી દાક્ષિણ્યથી ભવદેવે કહ્યું કે, “ભાઈ કહે તે બરાબર છે.” લજજાથી દીક્ષા લીધી, પરંતુ શરીરથી નવી પ્રવજ્યાને અને મનમાં તે નવી ભાર્યાને ધારણ કરતો હતે. કલ્પવૃક્ષના પુપની માળા સાથે પ્રિયાને મનમાં ધારણ કરતો બિચારો તે એકી સાથે પંચગવ્યરૂપ પવિત્ર વસ્તુને અને અપવિત્ર મદિરાને સાથે ધારણ કરતો હતો.
પુત્ર ભવદેવને પાછા ફરતાં ઘણો વિલંબ થવાથી માતા-પિતાએ તેની ખળ કરી, લોકો પાસેથી જાણ્યું કે, “ ભવદેવે દીક્ષા અંગીકાર કરી, શુભચિત્તવાળા મોટા -- ભાઈ ભવદત્ત મુનિ લાંબા કાળ સુધી દીક્ષા પાળી અનશન-પૂર્વક સમાધિ સહિત કાળ પામી સૌધર્મ દેવલોકમાં મોટા દેવપણે ઉત્પન્ન થયા. હવે નાનાભાઈ , ભવદેવ પણ “અરે! મારી પ્રિયા નાગલા મારા પ્રત્યે સનેહ રાખનારી છે, હું તેને પ્રિય છું” એમ વિચારતો બબડતો પાળ તૂટવાથી સેતુબંધનું પાણીનું પુર બહાર નીકળી જાય, તેમ ભાઈની શરમ તૂટી જવાથી પિતાના સુત્રામ નામના ગામે પહોંચ્યો. વિચારવા
"Aho Shrutgyanam