________________
{ ૧૩૨ ]
પ્રા, ઉપદેશમાલાના ગૂજશનુવાદ પાસે ભેગેાની સામગ્રી ન હોવા છતાં ભાગેાની અભિલાષા કરે છે, જેમ જ ભૂસ્વામીને દેખીને પ્રભવે ભેગાને ત્યાગ કર્યો, તેમ કેટલાક પારકાનું આલંબન લઇને ત્યાગ કરે છે. જ મૂસ્વામીએ ભેગાના, પત્નીએ અને કુટુંબના ત્યાગ કેવી રીતે કર્યો અને તેમને દેખીને પ્રભવે અને જબુસ્વામીના પરિવારે પણ ભેગેના ત્યાગ કેવી રીતે કર્યાં ? તેની વિસ્તૃત કથા વવતા જણાવે છે કેઃ—
જ ભૂસ્વામી-ચરિત્ર——
જબુદ્વીપના આ ભરત-ક્ષેત્ર વિષે મગધ દેશના આભૂષણ સમાન, ભ્રષ્ટ પુષ્ટ ગોકુળ યુક્ત, સુપ્રસિદ્ધ યથાય નામવાળુ સુગ્રામ નામનું એક ગામ હતું. તે ગામમાં સત્ય વચન મેટલનાર આ માફક સરળ સ્વભાવી રાઠેડ તુતે, તેને રેવતી દેવીએ આપેલી હાવાથી રૈવતી નામની ભાર્યો હતી. તેને ભવના ભયથી ઉદ્વેગ પામેલા ચિત્તવાળા ભવદત્ત નામને પ્રથમ પુત્ર હતા, ભાવપૂર્વક પૂજા કરવામાં તલ્લીન ભવદેવ નામના ખીન્ને પુત્ર હતા. કાઇક સમયે સુસ્થિત નામના આચાર્યની પાસે દેશનારૂપી અમૃતવૃષ્ટિથી સિ ંચાયેલ નવયૌવન વયવાળા હોવા છતાં માટા ભત્ત વૈરાગી બની દીક્ષા અંગીકાર કરી. તે ગચ્છ-સમુદાયમાં એક મુનિએ આચાય ભગવતને વદના કરી વિનંતિ કરી કે, · આપની આજ્ઞા પ્રાપ્ત થાય તે હું મારા પૂર્વ-સંબધીએાને પ્રતિબંધ કરવા જાઉં, મારા લઘુબન્ધુ માશ ઉપર અત્યંત સ્નેહાળુ હતા, મને રખવાથી તે જરૂર તરત દીક્ષા અંગીકાર કરશે. ' આચાય મહારાજાએ તેને સહાય કરનારા એવા એ ગીતા સાધુએ આપ્યા, તે ત્યાં ગયા, પણ જલ્દી પાછા આવી ગયા. ગુરુ મહારાજના ચરણ-કમળમાં પ્રણામ કરી જણાવ્યું કે, ‘નાનાભાઇના લગ્ન થઈ ગયાં, તે કારણે તે દીક્ષા લેવા તૈયાર ન થયા.' એટલે હાસ્ય કરતા ભવદત્ત મુનિ મીઠા એલભે આપતાં મલ્યા કે, ‘તારા સ્નેહાળ ભાઈને તારા ઉપર સાચા સ્નેહ હોય તે ભલે વિવાહ કે લગ્ન થયાં હોય, તે પણ દીક્ષા કેમ ન અંગીકાર કરે ?' એટલે પેલાએ પ્રત્યુત્તર આપ્યા કે, ‘તારે પણ સ્નેહી નાના ભાઇ છે, તે તું તેને દીક્ષા આપીશ. તે અમે જોઇશું.' તે સમયે ભદત્તે કહ્યુ કે, ‘જો આચાય ભગવત ત્યાં વિહાર કરશે, તો તેને તમે દીક્ષિત થયેલા જરૂર દેખશેા, બહુ એલવાથી શું?’ એમ વિહાર કરતાં કરતાં કાઇ વખતે આચાયની સાથે તે મગધ દેશમાં ગયા, એટલે ગુરુની આજ્ઞા મેળવી પાતાના પૂર્વ સંધીએાને પ્રતિબાધ કરવા માટે સુગામ નામના ગામે ગયે. તે વખતે તે ભવદેવ નવપરિણીત નાગિલા નામની પ્રિયાનાં મુખની શે।ભા કરી રહ્યો હતે.
લાંબા કાળે ભવદત્ત મુનિ ઘરાંગણે પધારેલ હોવાથી તેમના દર્શનથી માતા પિતાહિક કુટુ બી સ્નેહીવગ આનંદ પામ્યા અને અતિશક્તિપૂર્વક ભવદ્રત્તમુનિનાં
"Aho Shrutgyanam"