________________
( ૧૦૮ ]
પ્રા. ઉપદેશમાલાનો ગુણાનુવાદ સામે દોડીને ધસહિત તે હાથીને પડકા, અરે દુષ્ટ અધમ કુજાત હાથી ! ગભપામેલી યુવતીને મથન કરવા વડે કરીને તે નિર્દય ! આ તારી માટી કાયાથી તેને લજજા કેમ આવતી નથી ? (૪૨૫)
હે દયારહિત શરણ વગરની આ અતિદુર્બલ બાળાને મારવા દ્વારા તારું માતંગ (-ચંડાળ) નામ સાર્થક કરે છે. આક્રોશ-ઠપકાવાળા શબ્દો બોલવાના કારણે આકાશપલાણ જેમાં ભરાઈ ગએલ છે એવા કુમારના હાકોટાને સાંભળીને હાથી તેના તરફ અવલોકન કરવા લાગ્યા. તે બાલિકાને છોડીને રોષથી લાલ નેત્રયુગલ થવાથી ભયંકર દેખાતે, વદનને કે પાયમાન કરતે હાથી કુમાર તરફ દોડો.
પિતાના કર્ણયુગલ અફળ, ગંભીર હુંકાર શબ્દથી આકાશ-પોલાણને ભરી દેતે, લાંબે સુધી પ્રસરેલી સૂંઢવાળે તે કુમારની પાછળ પાછળ જવા લાગ્યો. કુમાર પણ તેની આગળ આગળ કંઈક કંઈક ખભા નમાવતે દેડતો હતો. વળી કુમાર હાથીની સૂંઢના છેડા ભાગ સુધી પિતાને હાથ લંબાવીને પ્રત્યાશા આપતો હતે. હાથી પણ આગળ આગળ પગલાં માંડીને કુમારની આગળના માર્ગને ન પહોંચવાના કારણે કેપથી બહુ વેગ કરતા અને “હમણાં પકડી પાડું છું' એમ વિચારતો રડવા લાગ્યો. કુમાર આગળ આગળ ચાલીને આમ-તેમ ઉલટી દિશામાં જમવું કરાવીને તેવા પ્રકારને સીધે કન્યા કે, જાણે ચિત્રામણમાં ચિન્નેલ મહાકુંજર ન હોય તેમ સ્થિર કર્યો. તીક્ષણ અંકુશ હાથમાં પ્રાપ્ત કરીને કુમાર હાથીની ગરદન ઉપર એવી રીતે આરૂઢ થયો છે, જેથી નીલકમળ સમાન નેત્રવાળી નગરનારીઓ તેના તરફ નજર કરવા લાગી. વળી કુમારે મધુર વચનથી એવી રીતે સમજાવ્યો, જેથી કરીને તે હાથીને રોષ ઓસરી ગયે અને તેને બાંધવાના સ્થાનમાં શાંતિથી બંધાય તેવા પ્રકારનો કર્યો. અહે ! આ કુમાર તે પરાક્રમને ભંડાર છે. દુઃખીઓનું રક્ષણ કરવામાં પોપકારી મનવાળે છે. એ જયશદ ઉછળ્યો. તે નગરના સ્વામી અરિદમન રાજા પણ તે સ્થળમાં આવ્યા અને આવા સ્વરૂપવાળે કુમારને વૃત્તાના જોયો. આશ્ચર્યચકિત બની પૂછયું કે, “આ ક્યા રાજાને પુત્ર છે ?” તેના વૃત્તાન્ત જાણનાર પ્રધાને સર્વ કહાં નિધિ-લાભથી અધિક આનંદ વહન કરતા રાજા પોતાના મહેલે લઈ ગયા અને નાનાદિક કાર્યો કરાયાં. ભોજન કર્યા પછી કુમારને આઠ કન્યાઓ આપી અને શુભ દિવસે તેઓને લગ્ન-મહેન્ચય કર્યો. કેટલાક દિવસ યથાયોગ્ય સુખમાં રહા પછી એક દિસે એક સ્ત્રી કુમાર પાસે આવીને આમ કહેવા લાગી. (૪૪૦)
હે કુમાર ! આ નગરમાં વૈશ્રમણ નામને પાથરવાહપુત્ર છે, તેને શ્રીમતી નામની પુત્રી છે. બાલ્યકાળથી આરંભીને અત્યાસુધી મેં તેને ઉછેરી છે, હાથીના ભયથી તમે તેનું રક્ષણ કર્યું છે. તે તમારી પત્ની થવાની અભિલાષા રાખે છે, તે વખતે “આ મારા જીવનદાતા છે.' એમ તમારી અભિલાષા કરતી દષ્ટિથી તમને ખેલા છે. તે તેના મનોરથ પૂર્ણ કરે.”
"Aho Shrutgyanam