________________
“બ્રહ્મદર ચક્રીની કથા
[ ૧૦૯ ] હાથીને ભય દૂર થયા પછી સ્વજને મહામુશીબતે તેને ઘરે લઈ ગયા, પરંતુ ત્યાં પણ નાનાદિક અને શરીરની સાર-સંભાળ કરવા અભિલાષા કરતી નથી. મુખ સીવી લીધું હોય, તેમ મૌનપણે રહેલી છે. મનના બીજા સર્વ વ્યાપારને ત્યાગ કર્યો છે. “હે પુત્રી ! અકાળે તને આવું શું સંકટ આવ્યું. ?” એમ પૂછ્યું, એટલે તે બોલી કે, તમને સર્વ કહેવા યોગ્ય છે, છતાં શરમ એવી નડે છે કે, જેથી બોલી શકાતું નથી, છતાં તમને કહું છું. રાક્ષસ સરખા તે હાથી પાસેથી જેણે મને પ્રાણદાન કર્યું છે, મારું રક્ષણ કર્યું છે, તેની સાથે જે મારું પાણિગ્રહણ નહી થશે, તે અવશ્ય મને મરણનું શરણ છે.” એ સાંભળીને આ હકીક્ત તેના પિતાને કહી, પિતાએ પણ મને આપની પાસે મોકલાવી છે, માટે આપ તે બાળાને સ્વીકાર કરે.
આ સમયે આ સ્વીકાર કરવો જ પડશે” એમ માની કુમારે તેને માન્ય રાખી. ત્યના પ્રધાને વરધનુને પિતાની નંદા નામની પુત્રી આપી. બંનેનાં વિવાહ-કા પૂર્ણ થયાં. એમ બંનેના દિવસે સુખમાં પસાર થતા હતા. (૪૫૦)
પંચાલ રાજાનો પુત્ર બ્રહ્મદત્ત સર્વ જગ પર જય પ્રાપ્ત કરે છે. એવા પ્રકારના સર્વકલંક હિત યશગાન તેના ફેલાય છે. વિધ્યવનમાં હાથી નિરંકુશ બ્રમણ કરે છે, તેમ ધનુકુલના નંદન વધતુ સાથે અનુસરતા હતા. કોઈક દિવસે તેઓ વારાણસીમાં પહોંચ્યા. કુમારને નગર બહાર સ્થાપન કરીને વરધનુ પંચાલ રાજાના મિત્ર કટક નામના રાજા પાસે ગયે, ત્યારે સૂર્યોદય-સમયે કમલ-સરોવર વિકસિત થાય, તેમ તેને દેખતાં જ તે હર્ષિત થયો અને પૂછયું. કુમારના સમાચાર આપ્યા કે, તે અહિં જ આવે છે. પોતાના સૈન્ય વાહન-સહિત કુમારને લાવવા સામે ગયે. પિતાના બ્રહ્મમિત્ર અને તેના પુત્રને સમાન પણે દે, જયકુંજર હાથી ઉપર બેસારી વેત ચામરથી વીંજાતે, પૂર્ણિમાના ચંદ્ર સરખા છત્રને ઉપર ધારણ કરતે, જેમનું ચરિત્ર ડબલે-પગલે ચારણોને સમુદાય ગાઈ રહેલ છે, એવો તે કુમાર નગરમાં લઈ જવા અને રાજાએ પોતાના મહેલમાં ઉતાર આપે. કટક રાજાએ કટકવતી નામની પિતાની પુત્રી આપી. વિવિધ પ્રકારના અ, હાથીઓ, રથ વગેર સામગ્રી આપવા પૂર્વક પ્રશસ્ત દિવસે કુમાર વિવાહ-મહોત્સવ કર્યો. ત્યાં વિષય સુખ અનુભવતાં રહેલા છે. દરમ્યાન ત મોકલી બોલાવાએલા ધનુમત્રી પુપચૂલા કરૂદત્ત સિંહ રાજા, ભવદત્ત, અશોકચંદ્ર વગેરે પોતપોતાના સૈન્ય-વાહન-પરિવારસહિત આવ્યા તેમજ બીજા અનેક રાજા એકઠા થયા. કહેલું છે કે –
“ન્યાયમાગે પ્રવૃત્તિ કરનાર મનુષ્યને તિયો પણ સહાય કરનાર થાય છે અને અન્યાયમાગે જનારને સગે ભાઈ પણ છોડીને ચાલ્યો જાય છે.” (૪૬૨)
વરને સેનાપતિને અભિષેક કરી ત્યારપછી તરત જ દીર્ઘાજાને વશ કરવા માટે કાંપથપુરમાં મકવે. વળી તેને કહ્યું કે-“આ ભુવનની અંદર એકલો સજજ
"Aho Shrutgyanam