________________
બહાદત્ત ચક્રીની કથા
[ ૧૦૭ ]
ભોજન પીરસવાની વ્યવસ્થા કરનાર પુરુષ સાથે કુમાર બહાર નીકળ્યા, તે સાક્ષાત વધતુને જે. કોઈ વખત પૂર્વે નહિ અનુભવેલ એવો આનંદ અનુભવતા તે હર્ષથી સવંગનું આલિંગન કરીને કહેવા લાગ્યું કે
જે દેવ પાધરું થયું હોય તે દૂર દૂરના બીજા હપમાંથી કે સમુદ્રના તળિયામાંથી અગર દિશાઓના છેડા-ભાગમાંથી એકદમ લાવીને મેળાપ કરાવી આપે છે.” ભજન અને બીજા કાર્યો પૂર્ણ કરીને વરધનુને પૂછયું કે, “હે મિત્ર! આટલા કાળ સુધી કયાં રહીને તે સમય પસાર કર્યો?” ત્યારે મંત્રીપુત્રે કહ્યું કે, “તે રાત્રે ઝાડીમાં તમે સુખેથી ઉંઘી ગયા હતા ત્યારે પાછળથી દોડી એક ચાર પુરુષે મને સખત બાણને પ્રહાર કર્યો. શરીરમાં તેની દેવના એવી સખત થઈ છે, જેથી મૂછ ખાઈને જામીન પર ઢળી પડો. મને કંઈક ભાન આવ્યું, ત્યારે તમારા માટે ઘણા વિદને દેખતો હું મારી અવસ્થાને છૂપાવતે તે જ ગાઢ વનમાં રોકાયો. રથ પસાર થઈ ગયા પછી અંધકારમાં પગે ચાલતો ચાલતો ધીમે ધીમે સરકત સરકતે હું એક ગામમાં પહોંચ્યું. જેની નિશ્રાએ તમે રહેતા હતા, તે ગામના મુખીએ તમારે સર્વ વૃત્તાન્ત કહ્યો. વિવિધ પ્રકારની ઔષધિઓ લગાડીને મારો ઘા રૂઝાવી નાખ્યા. ત્યારપછી ઠેકાણે ઠેકાણે તમારી વેષણ કરતા કરતા અહિં આવ્યો અને ભેજનના બાનાથી તમને મેં અહિં દેખ્યા.”
શાન્ત ચિત્તે તેઓ બંને એક-બીજાને વિરહ સહન નહિ કરતા રહેતા હતા. ત્યારે કોઈક દિવસે પરસ્પર એકબીજાનો આ સંલાપ થયો કે- પુરુષાર્થ વગર આપણે કેટલે કાળ પસાર કરે? માટે કંઈક અહિંથી નિર્ગમન પ્રયાણ કરવાને સારો ઉપાય મેળવીએ. ત્યારે કામદેવને પ્રહાર કરવા યોગ્ય વસંત કાળ પ્રવતતે હતે, સમગ્ર લોકો ચંદનના પરિમલવાળા મલયના વાયરાનું સુખ અનુભવતા હતા, તે સમયે નગર લોકોની વિવિધ પ્રકારની વસંતક્રીડા પ્રવર્તતી હતી. કુબેરની નગરીના વિલાસ સરખી ધન-સમૃદ્ધિની છોળે ઉછળતી હતી. અતિમહાકુતૂહલ પામેલા કુમારો પણ નગરના ઉદ્યાનમાં ગયા. અતિશય મદ ઝરાવતા ગજેન્દ્રને દેખ્યો, મહાવતને ભૂમિ પર પટકી પાડીને નિરંકુશ બની નગરમાં પરિભ્રમણ કરતો હતો. કેળના બગીચા સમાન લોકોની વસંતકીડાને ડાળી નાખતે હતે. “હા હાલેવા પોકાર થઈ રહેલા હતા ત્યારે ભયભીત અનેલી કરુણ રુદન કરતી એક કુલબાલિકાને હાથીએ સુંઢથી પકડી, ત્યારે કમલિની માફક હાથીએ પિતાની ભૂલ સુંઢમાં પકડેલી, પોતાની કોમળ બાહુલતાને ધૂણાવતી બાલા કુમારના દેખવામાં આવી. જેના કેશપાશ વિખાઈ ગયા છે, ભયભીત ચપળ નેત્રોથી સમગ્ર દિશા તરફ નજર ફેંકતી, પિતાનું રક્ષણ ન દેખતી અંત સમયે કરવા યોગ્ય દેવનું સ્મરણ કરતી; “હે માતા! તે બધુ! હાથી રાક્ષસે મને પડડેલી છે, તે તેનાથી જલ્દી મારું રક્ષણ કરો, તમે મારા માટે બીજું ચિંતવ્યું, જ્યારે દેવે કંઇક બીજું જ આદર્યું. ત્યાર પછી ઉભરાઈ રહેલા કરુણારસથી પરવશ થએલ કુમાર એકદમ તેની
"Aho Shrutgyanam