________________
विवेकविलास तृतीय उल्लासः। અને સુગંધિહીન થાય છે. ઓઢવાનાં અને પાથરવાનાં લુગડાં કહેવાળાં હોય તો તેની ઉપર કાળાં માંડલાં પડે છે. ૭૯ __ मणिलोहमयानां च, पात्राणां मलदिग्धता ॥
स्वर्णरागप्रभास्पर्श-गौरवस्नेहसंक्षयः ॥ ८०॥
અર્થ -રતનનાં તથા ધાતુનાં પાત્ર ઝહેરથી મેલાં થાય છે. અને સેનાના તે ઝહેરથી રંગ, કાંતિ, કોમલ સ્પર્શ, ગુરૂત્વ ( ભારેપણું) અને સ્નેહ એ સર્વ ગુણ જતા રહે છે. (૮૦)
दन्तानां शातनं रोम-पक्ष्मणां च भवेदिषात् ॥ संदेहे तु परीक्षेत, तान्यम्यादिषु तद्यथा ॥ ८१॥
અર્થ –-હેરથી દાંત, શરીર ઉપરના અને પાંપણના વાળ એ ત્રણે ખરી જાય છે. વિષપ્રગને સંશય આવે તો વિષવાળી વસ્તુ અગ્નિ આદિકમાં નાખી તેની પરીક્ષા કરવી. (૮૧)
अन्नं हालाहलाकीर्णं, प्राप्य वैश्वानरो भृशम् ॥ एकावर्तस्तथा रूक्षो, मुहुश्चटचटायते ॥ ८२॥
અર્થ-ઝહેરવાળું અન્ન અગ્નિમાં નાખીએ તો, તેની વાલા ભમરી ખાય છે, અગ્નિ લુખો દેખાય, અને તેમાંથી ચટ ચટ એ શબ્દ નીકળે છે. (૮૨)
इन्द्रायुधामिवानेक-वर्णावाला दधाति च ॥ स्फुरत्कुणपगन्धिश्च, मन्दतेजाश्च जायते ॥ ८३॥
અર્થ – ઝહેરવાળી વસ્તુ અગ્નિમાં નાખતા ઈંદ્રધનુષ્ય (મસ) સરખા અનેક રંગવાળી તેની જવાલા થાય છે. મૃતકલેવર સરખી તેમાંથી દુર્ગધી નીકળે છે, અને તેનું તેજ મંદ થાય છે. (૮૩)
शिरोऽर्तिः पीनसः श्लेष्मा, लाला नयनयोस्तथा ॥
आकुलत्वं क्षणाद्रोम-हर्षस्तद्धमसेवनात् ॥ ८४ ॥ અર્થ—ઝહેરવાળી વસ્તુના ધુમાડાથી માથાનો દુખાવો, સલેખમ અને કફ થાય, આંખમાંથી પાણી ઝરે, આકુળપણું થાય, અને ક્ષણમાત્રામાં રેમાંચ ઉભાં થાય. (૮૪)
"Aho Shrutgyanam