________________
૭૬
विवेकविलास तृतीय उल्लासः। રા) તથા શત્રુ એવા ત્રણ પ્રકારના મનુષ્ય રહે છે. માટે ખાવાની વસ્તુમાં વખતે વિષપ્રયોગ થવાનો સંભવ છે. (૬૯)
धीमन्तः स्वहिताः सम्य-गमीभिर्लक्षणैः स्फुटम् ॥ प्रयुक्तमरिभिर्यतं, विषं जानन्ति तद्यथा ॥ ७० ॥
અર્થ–પોતાના હિતની ઈચ્છા કરનારા બુદ્ધિશાળી લોકો વૈરીએ વસ્તુમાં ગુપ્ત રીતે ભેળવેલું વિષ (ઝહેર) આ (કહેશે તે) લક્ષણેથી પ્રકટ જાણું શકે છે. તે લક્ષણે આ પ્રમાણે –(૭૦)
अविक्लेद्यं भवेदन्नं, पच्यमानं विषान्वितम् ॥ चिराच पच्यते सद्यः, पकं पर्युषितोपमम् ॥७१ ॥
અર્થ—વિષવાળું અન્ન રાંધતાં ભીનું ન રહે, ચડતાં ઘણીવાર લાગે, અને ચડે તો પાછું તુરત વાશી જેવું થઈ જાય. (૭૧)
स्तब्धमूष्मविनिर्मुक्तं, पिच्छिलं चन्द्रिकान्वितम् ॥ वर्णगन्धरसान्यत्व-दूषितं च प्रजायते ॥ ७२ ॥
અર્થ-ડરી ગયા સરખું, બાફ વિનાનું, અંદરથી પાણી છાંડતું, ચંદ્રિકાવાળું, અને જેના વર્ણ, ગંધ અને રસ સ્વાભાવિક જેવાં હોવાં જોઈએ તેથી વિપરીત થઈ ગયાં હોય તો તે વિષવાળું અન્ન જાણવું. (૭૨)
सविषाणि क्षणादेव, शुष्यन्ति व्यञ्जनान्यपि ॥ क्वाथे तु ध्यामता फेनः, सीमन्ता बुद्बुदास्तथा ॥७३॥
અર્થ-વિષવાળાં વ્યંજન (ચટણી, રાયતું, શાક વિગેરે) ક્ષણ માત્રમાં સૂકાઈ જાય છે. અને જે ઝહેરવાળો ઉકાળો હોય તો તે કાળે પડી જાય છે, ફીણ આવે છે, લીટીઓ પડે છે, અને પટા આવે છે. (૭૩)
जायन्ते राजयो नीला, रसे क्षीरे च लोहिताः॥ स्युर्मद्यतोययोः कृष्णा, दनि श्यामास्तु राजयः॥७४ ॥ અર્થ -રસમાં વિષ હોય તો તેમાં નીલવર્ણ લીટીઓ પડે, દૂધમાં હોય તે
"Aho Shrutgyanam