________________
વિવેકવિલાસ, તૃતીય ઉલ્લાસ. अग्नावुदीर्णे जातायां , बुभुक्षायां च भोजनम् ॥ आयुर्बलं च वर्णं च , संवर्धयति देहिनाम् ॥ २२॥
અર્થ -- જઠરાગ્નિ પ્રદીપ્ત થાય, અને ખાવાની ઈચ્છા થાય, ત્યારે ભજન કરવાથી મનુષ્યનું આયુષ્ય, બલ અને શરીરની કાંતિ વધે છે. ( ૧૨ )
अजीर्णे पुनराहारो, गृह्यमाणः प्रकोपयेत् ॥ वातं पित्तं तथा श्लेष्म-दोषमाशु शरीरिणाम् ॥ २३ ॥
અર્થ —ખાધેલું પચન થયા વગર ઉપરથી વળી આહાર કર્યો હોય, તો માણસના વાત, પિત્ત તથા કફ એ ત્રણે દોષને કાપ થાય છે(૨૩)
रोगोत्पत्तिः किलाजीर्णा-चतुर्धा तत्पुनः स्मृतम् ॥ रसशेषामविष्टब्ध-विपक्कादिविभेदतः॥२४॥
અર્થ –-ખાધેલું પચન ન થાય તે અજીર્ણ કહેવાય છે. સર્વે રોગોની ઉત્પત્તિ અજીર્ણથી થાય છે. તે અજીર્ણ રસશેષ, આમ, વિષ્ટબ્ધ અને વિપક્રવ એવા ચાર પ્રકારનું છે. વળી બીજા પણ અજીર્ણના પ્રકાર કહ્યા છે. (૨૪)
रसशेषे भवेज्जृम्भा , समुद्गारस्तथामके ॥ अङ्गभङ्गश्च विष्टब्धे, धूमोद्गारो विपकतः ॥ २५ ॥
અર્થ ––રસશેષ અજીર્ણ થયું હોય તે બગાસાં આવે, આમ અજીર્ણ થયું હોય તો ઓટકાર આવે, વિષ્ટબ્ધ અજીર્ણ થયું હોય તે શરીર તૂટે, અને વિપકવ અજીર્ણ થયું હોય તો ધૂમાડે. બાહર પડતો હોય એમ લાગી એટકારા આવે. (૨૫)
निद्रानुवमनस्वेद-जलपानादिकर्मभिः॥ सदा पथ्यविदां तानि, शान्तिमायान्त्यनुक्रमात् ॥ २६ ॥
અર્થ –રસશેષ અજીર્ણ હોય તો (ભજન કરતાં પહેલાં) સુઈ રહેવું, આમ અર્ણ હોય તે ઉલટી કરવી, વિષ્ટબ્ધ અજીર્ણ હોય તો પરસેવે કાઢવ, અને વિપકવ અજીર્ણ થયું હોય તો જલપાન કરવું. સદાએ પથ્યના જાણુ માણસેનાં ચાર પ્રકારનાં અજીર્ણ ઉપર કહેલા ઉપાયથી અનુક્રમે શાંતિ પામે છે. (૨૬)
"Aho Shrutgyanam