________________
विवेकविलासे द्धितीय उल्लासः। आरम्भोऽयं महानेव, लक्ष्मीकार्मणकर्मणि ॥ सुतीर्थविनियोगेन, विना पापाय केवलम् ॥ ४७॥
અર્થ દ્રવ્યનું ઉપાર્જન કરવાને અર્થે મેટે આરંભ કરે પડે છે. માટે ઉપાર્જન કરેલા દ્રવ્યનો સુપાવ્યય ન કરે તે કેવળ તેમાંથી પાપ બંધાય છે. (૪૭)
पाशुपाल्यं श्रियो वृद्धय, कुर्वन्नोज्दयालुताम् ।। तत्कृत्येषु स्वयं जाग्र-च्छविच्छेदादि वर्जयेत् ॥४८॥
અર્થ–લક્ષ્મીની વૃદ્ધિને અર્થે ગાય, ભેંસ પ્રમુખ પશુઓનું રક્ષણ કરવું પડે, તો પણ દયા છોડવી નહીં. તે કામમાં પતે જાગૃત રહેવું, અને પશુઓનાં અંગ, ચિન્હ પ્રમુખ છેદવાં નહીં. (૪૮)
श्रेयो धर्मात्स चार्थेषु, सोऽप्यनेन तदन्नतः॥ तनिष्पत्तौ च संग्राह्य, कथं दद्यादसंग्रही ॥४९॥
અર્થ –ધર્મથી કલ્યાણ થાય છે, દ્રવ્યથી ધર્મ થાય છે, શરીરથી દ્રવ્ય કમાવાય છે, અને તે શરીર અન્નથી જીવે છે. માટે અનાજની ઉત્પત્તિ થતાં જ તેને સંગ્રહ કરવો. સંગ્રહ ન કરયો હોય તો કેમ દેવાય? (૪૯)
संग्रहेऽर्थोऽपि जायेत, प्रस्तावे तस्य विक्रयात् ॥ उद्धारे नोचितः सोऽपि, वैरविग्रहकारणम् ॥ ५० ॥
અર્થ અનાજને સંગ્રહ કર્યો હોય તો વખતે તે વેચ્યાથી લાભ પણ થાય. પણ તે ઉધાર વેચવું નહીં. કારણ, તેમ કરવાથી વૈર તથા કલહ ઉત્પન્ન થાય છે. (૫૦)
सर्वदा सर्वभाण्डेषु, नाणकेषु च शिक्षितः॥ जानीयात्सर्वभाषावि-द्धस्तसंज्ञां वणिग्वरः ॥५१॥
અર્થ–સર્વે પ્રકારનું કરિયાણું તથા સર્વે પ્રકારનું નાણું જાણવાને અભ્યાસ જેણે કરે છે એ શ્રેષ્ઠ વણિક સર્વ ભાષા તથા હસ્તસંજ્ઞા પણ જાણે.(૨૧)
"Aho Shrutgyanam