________________
વિકવિલાસ, દ્વિતીય ઉધાસ.
૪૯, પણ તે કલ્યાણને અર્થે છે. અને અન્યાયથી ઉપાર્જન કરેલું ઘણું વાપરે તેઓ તે નિષ્ફળ જાણવું. (૪૧)
धर्ममर्माविरोधेन , सकलोपि कुलोचितः॥ निस्तन्द्रेण विधेयोऽत्र, व्यवसायः सुमेधसा ॥४२॥
અર્થ–બુદ્ધિશાળી માણસે ધર્મના તત્વને વિરોધ ન આવે એવી રીતે કુલને ઉચિત વ્યાપાર આળસ રાખ્યા વિના કરો. (૪૨)
प्रसूनमिव निर्गन्धं, तडागमिव निर्जलम् ॥ कलेवरमिवाजीवं, को निषेवेत निर्धनम् ॥ ४३ ॥
અર્થ–સુગંધિ વિનાના ફૂલ સરખા, જળ વિનાના તલાવ સરખા અને જીવ વિનાના કલેવર સરખા નિર્ધન માણસની કોણ સેવા કરે ? (૪૩)
अर्थ एव ध्रुवं सर्व-पुरुषार्थनिबन्धनम् ॥ अर्थेन रहिताः सर्वे, जीवन्तोपि शवोपमाः॥४४॥
અર્થ-દ્રવ્ય જે છે તે જ સર્વે પુરૂષાર્થનું મૂળ કારણ છે. માટે દ્રવ્યથી - હિત સર્વે પુરૂષ જીવતાં છતાં પણ મુવા સરખા છે. (૪૪)
कृष्यादिभिः स चोपायै-भूरिभिः समुपायंते ॥ दयादानादिभिः सम्य-ग्धन्यैर्धर्माय स ध्रुवम् ॥४५॥
અર્થ –ધન્ય પુરૂષો ખેતી, વ્યાપાર પ્રમુખ ઘણું ઉપાયથી તે દ્રવ્યનું ઉપાર્જન કરે છે, અને અનુકંપાદાન, પાત્રદાન પ્રમુખ સત્કાર્ય કરીને સદ્ધમે તરફ તેનો વ્યય કરે છે. (૪૫)
वापकालं विजानाति, भूमिभागं च कर्षकः॥ कृषि साध्यां पथि क्षेत्रं, यश्चोज्झति स वर्धते ॥ ४६॥
અર્થ-જે ખેડૂત વાવવાને અવસર, ભૂમીને ભાગ તથા ભૂમિની અંદર ક પાક આવે તે જાણે, અને માર્ગમાં આવેલા ખેતરને છોડી દે, તે બેતીમાં લાભ પામે. (૪૬)
"Aho Shrutgyanam