________________
વિવેકવિલાસ, પ્રથમ સી. અધિક અંગવાળી હોય તે કારિગરનો નાશ કરે છે, કૃશ હોય તો દ્રવ્યને નાશ થાય છે, અને સસલા જેવા ઉદરની હેાય તો દુર્ભિક્ષને ઉત્પન્ન કરનારી થાય છે. વાંકાં નાકની હોય તો ઘણું દુઃખ ઉપજાવે છે, ટૂંકાં અવયવની હોય તો ક્ષય કરનારી થાય છે, ચક્ષુ વિનાની હોય તો ચક્ષુનો નાશ કરે છે, સાંકડા મુખની હોય તો ભગવર્જત હોય છે, નાની કેડની કે કેડ વિનાની હોય તો આચાર્યને નાશ કરે છે, નાની જાંધની અથવા જે ધારહિત હોય તે ભાઇ, પુત્ર અને મિત્ર એમને નાશ કરે છે, ટૂંકા હાથ પગની અથવા હાથ પગ વિનાની હોય, તો ધનનો ક્ષય કરે છે, પૂજા વગર ઘણો કાળ એમને એમ પડેલી પ્રતિમા જયાંત્યાંથી ગ્રહણ કરવી નહીં. (૧૪૬) ( ૧૪૭) (૧૪૮) (૧૪૯)
अर्थहृत्प्रतिमोत्ताना, चिन्ताहेतुरधोमुखी॥
आधिप्रदा तिरश्वीना, नीचोचस्था विदेशदा ॥१५॥ અર્થ–પ્રતિમા ચત્તી હોયતો દ્વવ્યનો નાશ કરનારી થાય છે, નીચા મુખની હેય તે ચિંતા ઉત્પન્ન કરનારી જાણવી, વાંકી હોય તો મનમાં દુઃખાદિ ઉપજાવે, અને નીચી ઉચી હોય તો પરદેશ મોકલનારી સમજવી. (૧૫)
अन्यायद्रव्यनिष्पन्ना, पस्वास्तुदलोद्भवा ॥ हीनाधिकाङ्गी प्रतिमा, स्वपरोन्नतिनाशिनी ॥ १५१॥
અર્થ–પ્રતિમા જે અન્યાયથી ઉપાર્જેલું દ્રવ્ય લગાડી કરેલી હોય, બીજા કેઈએ ઘરકામ સારૂ લાવેલા પત્થરની બનાવેલી હોય, અથવા ઓછા કિંવા અધિક અવયવની હોય તો તે (પ્રતિમા), પૂજાદિકથી થનારી પોતાની ઉન્નતિને અને પ્રતિષ્ઠા કરનાર ધનને ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિથી થનારી ઉન્નતિને પણ નાશ કરે છે. (૧૫૧)
प्रासादतुर्यभागस्य , समाना प्रतिमा मता॥ उत्तमायकृते सा तु, कार्यैकोनाधिकाङ्गुला ॥१५२॥
અર્થ–પ્રાસાદના ચોથા ભાગ જેટલી પ્રતિમા કરવી. પણ ઉત્તમ લાભપ્રાપ્તિને અર્થે તે ચોથા ભાગમાં એક આંગુળ ઓછી અથવા વધારે કરવી. (૧૫)
"Aho Shrutgyanam