________________
# ૨
विवेकविलासे प्रथमः सर्गः। अथवा स्वदशांशेन, हीनस्याप्यधिकस्य वा॥ कार्या प्रासादपादस्य, शिल्पिभिः प्रतिमा समा॥१५३ ॥
અર્થ—અથવા પ્રાસાદના ચોથા ભાગનાં દશ ભાગ કરવાં, અને તે દશિયો એક ભાગ પ્રાસાદના ચોથા ભાગમાં ઓછા કરી અથવા તેમાં એક દશિયો ભાગ ઉમેરી તેટલા પ્રમાણની પ્રતિમા કારિગરોએ કરવી. (૧૫૩)
सर्वेषामपि धातूनां, रत्नस्फटिकयोरपि ॥ प्रवालस्य च बिम्बेषु , चैत्यमानं यदृच्छया ॥१५४ ॥
અર્થ–સર્વે ધાતુઓની, રત્નની, રફટિકની અથવા પ્રવાલની પ્રતિમા છેય તો ત્યાં પ્રતિમાના પ્રમાણ ઉપર પ્રાસાદનું પ્રમાણ ન લેતાં ઇચ્છા માફકે લેવું. (૧૫૪)
प्रासादगर्भगेहार्द्ध , भित्तितः पञ्चधा कृते ॥ यक्षाद्याः प्रथमे भागे, देव्यः सर्वा द्वितीयके ॥१५५॥ जिनार्कस्कन्दकृष्णानां, प्रतिमाः स्युस्तृतीयके ॥ ब्रह्मा तु तुर्यभागे स्या-ल्लिङ्गमीशस्य पञ्चमे ॥ १५६ ॥
અર્થ –ગંભારાના અર્ધભાગના પાંચ ભાગ ભિત્તિથી કરવાં. તેમાં પ્રથમ ભાગમાં યક્ષાદિકની સ્થાપના કરવી, બીજા ભાગમાં સર્વે દેવીઓની સ્થાપના કરવી, ત્રીજા ભાગમાં જિન, સૂર્ય, કાર્તિકેય તથા કૃષ્ણ એમની પ્રતિમા સ્થાપન કરવી, ચોથા ભાગમાં બ્રહ્માની પ્રતિમા અને પાંચમા ભાગમાં શિવલિની પ્રતિમા રાખવી.(૧૫૫) (૧૫૬) .. ऊर्ध्वदृग्द्रव्यनाशाय , तिर्यग्दृग्भोगहानये ॥
दुःखदा स्तब्धदृष्टिश्चा-धोमुखी कुलनाशनी ॥ १५७॥ અ–પ્રતિમાની દૃષ્ટી ઉંચી હોય તો દ્રવ્યને નાશ કરે, તિરછી હોય તો બેગનો નાશ કરે, સ્તબ્ધ દૃષ્ટિ હોય તો દુઃખ આપે, અને નીચી દૃષ્ટિ હોય તો કુલનો નાશ કરે. (૧૭)
"Aho Shrutgyanam