________________
વિવેકવિલાસ, પ્રથમ સ. એ સારૂં તથા મૌન રાખી અક્ષર ગણવા તે કરતાં મનમાં જ મંત્રાક્ષની પંક્તિનું અર્થસહિત ચિંતન કરવું એ ઉત્તમ છે. ઉપર કહેલા ત્રણ પ્રકારના જપમાં પહેલા કરતાં બીજે શ્રેષ્ઠ અને બીજા કરતાં ત્રીજે શ્રેષ્ઠ જાણો.(૯૯)
(થ વિવાદ) पूजाद्रव्यार्जनोदाहे , दुर्गादिसरिदाक्रमे ॥ गमागमे जीविते च , गृहक्षेत्रादिसंग्रहे ॥१०० ॥ क्रयविक्रयणे वृष्टौ, सेवाकृषिविषे जये।
विद्यापट्टाभिषेकादौ, शुभेऽर्थे च शुभः शशी ॥ १०१॥ અર્થે–પૂજા કરવી, દ્રવ્ય કમાવવું, વિવાહ કરે, કિલ્લો વિગેરે ઉપર ચઢવું, નદી ઉતરવી, જવું, આવવું, જીવવું, ઘર, ક્ષેત્ર વિગેરે લેવું, કોઈ વસ્તુની ખરીદ અથવા વેચાણ કરવું, વૃષ્ટિ થવા માટે કોઈ પણ જાતનો પ્રયત્ન કર, સેવા કરવી, ખેતી કરવી, વિષના સંબંધમાં કંઈ કામ કરવું, કોઈને જીતવું, વિદ્યાનો આરંભ કરવો, રાજાદિકને પટ્ટાભિષેક કર, ઇત્યાદિ કાર્યમાં તથા કોઈ પણ શુભ કાર્યમાં ચંદ્રનાડી શુભ જાણવી. (૧૦૦) (૧૦૧)
अग्रस्थो वामगो वापि, ज्ञेयः सोमदिशि स्थितः॥ पृष्ठस्थो दक्षिणस्थश्च, विज्ञेयः सूर्यभागभाक् ॥ १०२ ॥
અર્થ–આગળ અથવા ડાબે પડખે ઉભેલ માણસ ચંદ્ર દિશામાં જાણુછે, અને પછવાડે અથવા જમણી બાજુએ ઉભેલે સૂર્ય દિશામાં જાણવો. (૧૨)
प्रश्ने प्रारम्भणे वापि, कार्याणां वामनासिका ॥ पूर्णा वायोःप्रवेशश्चे-त्तदा सिद्धिरसंशयम् ॥१०३॥
અર્થ-કઈ કાર્યનો પ્રશ્ન અથવા આરંભ કરતી વખતે ડાબી નાસિકામાં જે પૂર્ણ વાયુ ભરાય, અર્થાત્ જે ડાબો સ્વર ચાલતો હોય તો નિશ્ચયથી કાર્યસિદ્ધિ જાણવી. (૧૦૩)
योद्धा समाक्षराह्वश्चे-दूतो वामावहः स्थितः॥ तदा जयो विपर्यासे, व्यत्ययं मतिमान वदेत् ॥ १०४॥ અથે-સંગ્રામના પ્રશ્નમાં સંગ્રામ કરનારના નામના અક્ષર બે, ચાર ઈત્યાદિ
"Aho Shrutgyanam