________________
વિવેકવિલાસ, પ્રથમ સ.. હાનિ થતી જાય, વાયવ્ય દિશામાં મુખ કરે તે સંતતિ ન થાય, અને નૈલ દિશામાં મુખ કરે તો કુલ ક્ષય થાય. (૮૯)
ईशान्यां कुर्वतां पूजां , संस्थितिर्नोपजायते ॥
अहिजानुकरांसेषु, मूर्ति पूजा ययाक्रमम् ॥ ९०॥ અર્થ –ઈશાન દિશામાં મુખ કરીને બેસે તો પૂજા કરનારની સ્થિતિ સારી રહેતી નથી. પૂજા કરનાર પ્રથમ બે પગોએ પછી અનુક્રમે બે જાનુએ, બે હાથે બે ખબાએ અને મસ્તકે પુજા ચઢાવવી. (૯૦) '
श्रीचंदनं विना पूजा, नैव कार्या जिनेशितुः॥ भाले कण्ठे हृदम्भोजे , उदरे तिलकं क्रमात् ॥ ९१ ॥ અર્થ કેસર ચંદન વગર જનપ્રતિમાની પૂબ કોઈ કાળે પણ કરવી નહીં. પાળ, કઠ, હૃદય, ઉદર વિગેરે નવ સ્થાનક ઉપર અનુમ તિલક કર.(૯૧)
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् ॥ प्रभाते प्रथमं वास-पूजा कार्या विचक्षणैः॥ ९२ ॥
અર્થ–હમેશા નવ તિલક કરીને જિન પ્રતિમાની પૂજા કરવી. વિધિના જાણ પુરૂષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી. (૯૨)
मध्याह्ने कुसुमैः पूजा , संध्यायां धूपदीपतः॥ अर्हतो दक्षिणे भागे, दीपस्याथ निवेशनम् ॥९३॥
અર્થ–બપોરે સુગંધી ફૂલોથી જિન પ્રતિમાની પૂજા કરવી. અને સંધ્યાકાળે ધૂપદીપથી પૂજા કરવી. જિન પ્રતિમાની દક્ષિણ બાજુએ દીપ રાખવાનું સ્થાનક કરવું. (૯૩)
वामांशे धूपदहन-मग्रे कूरं तु संमुखम् ।। ध्यानं तु दक्षिणे भागे, चैत्यानां वन्दनं तथा ॥ ९४ ॥
અર્થ –ભગવાનની ડાબી બાજુએ ધૂપધાણું મૂક્યું. આગળ નૈવેદ્ય રાખવો, સામું બેસી ધ્યાન કરવું, તથા ચૈત્યવંદન દક્ષિણ ભાગે કરવું. (૯૪)
"Aho Shrutgyanam