________________
૨૬૦
विवेकविलास एकादश उल्लास:। તેજ વસ્તુઓના સમુદાયમાં નજ હોય. જેમ જુદા જુદા બીકણ લેકમાં શૂરવીરપણું નથી, તેથી તે તેઓના સમુદાયમાં પણ હોતું નથી. (૮૩)
प्रत्यक्षकप्रमाणस्य, नास्तिकस्य न गोचरः ॥
आत्मा ज्ञेयोऽनुमानाद्यै-वायुः कम्प्रैः पटैरिव ॥ ८४॥ અર્થ એક પ્રત્યક્ષ પ્રમાણને જ માનનારા નાસ્તિકને જીવ જણાય નહીં. કારણ કે, જેમ હાલનારાં લુગડાં ઉપરથી વાયુનું અનુમાન (કલ્પના) કરી શકાય છે, તેમ જીવપણ અનુમાન વિગેરેથીજ જણાય છે. (૮૪)
अङ्करः सुन्दरे बीजे, सूर्यकान्ते च पावकः ।। सलिलं चन्द्रकान्ते च , युक्त्यात्माङ्गेपि साध्यते ।। ८५॥
અર્થઃ– જેમ સુંદર બીજમાં અંકુર, સૂર્યકાંત મણિમાં અગ્નિ, અને ચંદ્રકાંત મણિમાં જલ છે, એમ યુકિતથી સિદ્ધ કરાય છે, તેમ શરીરમાં જીવ છે તે પણ યુકિતથી જ સિદ્ધ કરાય છે. (૮૫)
प्रत्यक्षेण प्रमाणेन , लक्ष्यते न जनैर्यदि ॥
तन्नास्तिक तवाङ्गे किं , नास्ति बुद्धिः कुरूत्तरम् ॥ ८६ ॥ અર્થ– “લેકોને પ્રત્યક્ષ પ્રમાણથી જીવ જણાતો નથી.” એમ તું કહીશ તો અમે પૂછિયું કે, “હે નાસ્તિક ! તારા શરીરમાં બુદ્ધિ છે કે નહીં, તે કહે.” (૮૬)
अप्रत्यक्षा तवाम्बा चे-दूरदेशान्तरं गता ॥ जीवन्त्यपि मृताहन्त, नास्ति नास्तिक सा कथम्॥ ८७॥
અર્થ-હે નાસ્તિક! દૂર દેશાંતરે ગએલી તારી માતા પ્રત્યક્ષ દેખાતી નથી, ત્યારે તારા મત પ્રમાણે તે જીવતી મરી ગઈ નહીં કે શું ? (૮૭)
तिलकाष्ठपयःपुष्पे-ध्वासते क्रमशो यथा ॥ तैलानिघृतसौरभ्या-ण्येवमात्मापि विग्रहे ॥ ८८॥
અર્થ –જેમ તિળમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી અને પુલમાં સુગંધી રહે છે, તેમ જીવ પણ શરીરમાં રહે છે. (૮૮)
સવ નિયત નવ, ઋળજ્ઞ પુનઃ संज्ञाविज्ञानचैतन्य-चित्तप्रभृतिभिर्भृशम् ॥ ८९॥ અર્થ–પ્રત્યેક જીવતા શરીરમાં જીવ નિયમથી છે જ. તે સંજ્ઞા, વિજ્ઞાન,
"Aho Shrutgyanam