________________
२४०
विवेकविलास एकादश उल्लास। दोषनिर्मुक्तवृत्तानां, धर्मसर्वस्वदर्शिनाम् ॥ योऽनुरागो गुणेपूच्चैः, स प्रमोदः प्रकीर्तितः॥ २९॥
અર્થ --દોષરહિત આચરણ કરનારા અને ધર્મના સર્વ સ્વરૂપના જાણ એવા પુરૂષોને જે ગુણ ઉપર રાગ તે “પ્રમોદ ભાવના” કહેવાય છે. (૨૯)
भीतार्त्तदीनलीनेषु,जीवितार्थिषु वाञ्छितम् ॥
शक्त्या यत्पूर्यते नित्यं, करुणा सात्र विश्रुता ॥ ३०॥ - અર્થ–ડરી ગએલા, રોગથી પીડાએલા, દીન અને લીન થએલા એવા પોતાના જીવિતના અર્થો લેકની વાંછા શકિતમાફક પૂર્ણ કરવી, તે “કરૂણ ભાવના' શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. (૩૦)
मोहात्प्रद्विषतां धर्म, निर्भयं कुर्वतामघम् ॥ स्वश्लाधिनां च योपेक्षा, माध्यस्थ्यं तदुदीरितम् ॥ ३१ ॥
અર્થ–મોહથી ધમનો વૈષ કરનારા, બીક ન રાખતાં પાપ કરનારા અને પિતાનાં પિતેજ વખાણ કરનારા એવા લોકોની ઉપેક્ષા કરવી, એટલે તેમની તરફ ધ્યાન ન આપવું, તે “માધ્યસ્થ ભાવના” કહેવાય છે. (૩૧)
विभवश्व शरीरं च , बहिरामा निगद्यते ॥ तदधिष्ठायको जीव-स्त्वन्तरात्मा सकर्मकः ॥३२॥
અર્થ – લક્ષ્મી અને શરીર તે “બહિરાભા” કહેવાય છે. અને શરીરને અધિષ્ઠાયક જીવ “અંતરાત્મા” કહેવાય છે. તેજીવજ કર્મ વડે બંધાયેલ છે. (૧૨)
निरातको निराकाङ्को, निर्विकल्पो निरञ्जनः ॥ परमात्माक्षयोऽत्यक्षो, ज्ञेयोऽनन्तगुणोऽव्ययः ॥ ३३॥
અર્થ –--ભય, આકાંક્ષા, વિક૯૫ અને કર્મનો લેપ એ ચાર વાનાં જેનાં જતાં રહ્યાં, તથા અનંત જેના ગુણ, અને જેનો નાશ અથવા ક્ષય નથાય, એવો જીવ પરમાત્મા કહેવાય છે. (૩૩)
"Aho Shrutgyanam"