________________
-
૨૫
વિવેકવિલાસ, નવમે ઉલ્લાસ. दौर्भाग्यजननी माया, माया दुर्गतिवर्तनी॥ नृणां स्त्रीत्वप्रदा माया, ज्ञानिभिस्त्यज्यते ततः ॥ ८॥
અર્થ–માયા (કપટ) દર્ભગ્યને ઉત્પન્ન કરનારી, દુર્ગતિને પહોંચાડનારી તથા પુરૂષને સ્ત્રીનો જન્મ આપનારી છે, માટે જ્ઞાની પુરૂષે તેનો ત્યાગ કરે છે. (૮)
कजलेन सितं वासो, दुग्धं सूक्तेन यादृशम् ॥ क्रियते गुणसंघातः, पुंसां लोभेन तादृशः ॥९॥
અર્થ–સફેદ વસ્ત્ર કાજળમાં બળવાથી જેમ મલિન થાય છે, તથા દૂધ આછણથી જેમ બગડે છે, તેમ પુરૂષના સર્વે ગુણ લેભથી મલિન થાય છે, તથા બગડે છે. (૯)
भवे कारागृहनिभे, कषाया यामिका इव ॥ जीवः किं तेषु जाग्रत्सु, मोक्षमामोति बालिशः ॥१०॥
અર્થ–સંસાર બંદીખાના સરખો છે, અને ક્રોધાદિક ચાર કષાય પિળિયા સરખા છે. માટે જ્યાં સુધી કષાયરૂપ પિળિયા જાગતા હોય, ત્યાં સુધી જીવ સંસારરૂપ બંદીખાનામાંથી શી રીતે છૂટે ? ( ૧૦ )
शौर्य गाम्भीर्यमौदार्य, ध्यानमध्ययनं तपः॥ सकलं सफलं पुंसां, यदि चेन्द्रियनिग्रहः ॥११॥
અર્થ–જે માણસે પોતાનાં ઈદ્ધિ જીત્યાં હોય, તો તેની શૂરવીરતા, ગંભીરતા, ઉદારતા, શુભ ધ્યાન, ભણવું ગણવું અને તપસ્યા એ સર્વે સફલ છે. (૧૧)
पापात्पङः कुणिः पापा-पापाद्विषयलोलुपः ॥ दुर्भगः पुरुषः पापा-त्पापाषण्ढश्च दृश्यते ॥ १२ ॥
અર્થ–માણસ પૂર્વ ભવે કરેલા પાપથી પાંગળ, સૂંઠા, ઘણે વિષયી, દુભંગી અને નપુંસક થાય છે. (૧૨)
"Aho Shrutgyanam