________________
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ.
૨૧૯ सदैन्योऽर्थे सुतायत्ते, भार्यायत्ते वनीपकः ॥ प्रदायानुशयं धत्ते, तस्मादन्यो हि कोऽधमः ॥ ४२२ ।। અર્થ –પુત્રના હાથમાં ધન લેંપી પોતે દૈન્ય ભોગવનારો, સ્ત્રીના તાબામાં સર્વે ધન દઈ પોતે ભીખ માગનાર અને દાન દઈ પાછળથી પસ્તાવો કરનારો એવા માણસ કરતાં બીજો કેણ અધમ હશે. (૪રર )
अहंयुमतिमाहात्म्या-द्रर्वितो मागधोक्तिभिः॥ लाभेच्छुर्नायके लुब्धे, ज्ञेया दुर्मतयस्त्रयः ॥ ४२३ ॥
અર્થ-જે પોતાની બુદ્ધિથી મોટાઈથી અહંકાર લાવે, ભાટ ચારણના વખાણથી ગર્વ કરે, તથા લોભી એવા ધણ પાસેથી લાભની ઇચ્છા રાખે, તે ત્રણે પુરૂ દુબુદ્ધિ જાણવા. (૪૨૩)
दुष्टे मत्रिणि निर्भीकः, कृतघ्नादुपकारधीः ॥ दुर्नाथान्यायमाकाङ्क-नेष्टवृद्धिं लभेत सः ॥ ४२४ ॥
અર્થ –જે દુષ્ટ મંઝિથી નિસ્ત રહે, કૃતઘ માણસ તરફથી કોઇ ઉપકારની આશા રાખે, અને દુષ્ટ રાજા પાસેથી ન્યાય મળવાની ઈચ્છા કરે, તેની ચઢતી ન થાય. (૪૨૪)
अपथ्यसेवको रोगी, सद्धेषो हितवादिषु ॥ नीरोगोऽप्यौषधप्राशी, मुमूर्षुर्नात्र संशयः ॥ ४२५॥
અર્થ જે રોગી છતાં પરહેજ ન રાખે, શીખામણ દેનારનો જ કરે, તથા રોગી નહી છતાં વહેમથી ઔષધ ખાય, તેનું મરણ સમીપ આવ્યું એમાં શક નથી. (૪૫)
शुल्कदोऽपथगामी च , भुक्तिकाले प्रकोपवान् ॥ असेवाकृत्कुलमदा-त्रयोऽमीमन्दबुद्धयः॥ ४२६ ॥
અર્થ –જે દાણ ટાળવાને અર્થે ચાર માર્ગે જાય, જે ભજનને અવસરે ક્રોધ કરે, અને જે પોતાના કુલના મદથી ચાકરી ન કરે, તે ત્રણે પુરૂષ મંદબુદ્ધિ હોય. (૪૨૬)
"Aho Shrutgyanam