________________
વિવેકવિલાસ, આંઠમો ઉલ્લાસ. प्रवर्तमानमुन्मार्गे , स्वं स्वेनैव निवारयेत् ॥ किमम्भोनिधिरुद्धेलः, स्वस्मादन्येन वार्यते ॥ ४१२॥
અર્થ–પિતાનો આત્મા કુમાર્ગે જતો હોય તે તેને તેિજ અટકાવો. સમુદ્રની વેલા મર્યાદા ઉપરાંત ચઢતાં તેને સમુદ્રજ અટકાવે છે, કે બીજો કોઈ અટકાવે છે ? (૪૧૨)
संमानसहितं दान-मौचित्येनाञ्चितं वचः ॥ नयेन वर्यं शौर्य च , त्रिगदश्यकृत्रयम् ॥ ४१३॥
અર્થ આદરમાન પૂર્વક દાન, અવસર યોગ્ય રૂડું વચન અને ન્યાય સહિત શોર્ય એ ત્રણ વાનાં ત્રણે જગતને વશ કરે એવાં છે. (૪૧૩)
अर्थादधिकनेपथ्यो, वेषहीनोऽधिकं धनी ॥ अशक्तो वैरकृच्छक्तै-महद्भिपहस्यते ॥ ४१४ ॥
અર્થ –પિતાની પાસે દ્રવ્ય જેટલું હોય તે કરતાં અધિક ઉજવલ વેષ પહેરનાર, મોટો ધનવાનું છતાં હલકે વેબ પહેરનાર અને પોતે અસમર્થ છતાં સમર્થ લેકની સાથે વૈર કરનારે એ ત્રણ પુરુષોનો મોટા લેકમાં ઉપહાસ (મકરી) થાય છે. (૪૧૪).
चौर्याद्यैर्बद्धवित्ताशः, सदुपायेषु संशयी ॥ सत्यां शक्तौ निरुद्योगो, नरः प्राप्नोति न श्रियम् ॥४१५॥
અર્થ –ારી પ્રમુખ કરવાથી દ્રવ્ય મેળવવાની આશા રાખનારે, ધન મેળવવાના સારા ઉપાયથી ધન મળે કે નહીં એ શક રાખનાર અને શક્તિ છતાં ઉદ્યમ ન કરનારો માણસ લક્ષ્મી ન પામે. (૧૫)
फलकाले कृतालस्यो, निष्फलं विहितोद्यमः ॥ નિશઃ શમુસપિ, ન નરપતે એ છે?
અર્થ –ફલ મળવાનો સમય આવે ત્યારે આળસ કરે, સમય ન હોય ત્યારે ફેગટ ઉદ્યમ કરે, તથા શત્રુનો સંબંધ છતાં શત્રુથી કાંઇ નુકસાન થાય તેની શંકા મનમાં ન રાખે, એવો માણસ ઘણા કાળ સુધી ચઢતી દશામાં ન રહે. (૧૬)
"Aho Shrutgyanam