________________
विवेकविलासेऽष्टम उल्लास । स्वजातिकष्टं नोपेक्ष्यं, तदैक्यं कार्यमादरात् ॥ मानिनां मानहानि स्या-त्तदोषादयशोऽपि च ॥ ४०७॥
અર્થ માન પામેલા પુરૂષે પોતાની જાતિના દુ:ખ તરફ આંખ મીચામણી ન કરવી. પણ જાતિનું ખંતથી ઐક્ય કરવું. કારણ કે, તેમ ન કરે તો તેની માનખંડના અને અપયશ પણ થાય. (૪૦૭).
नश्यन्ति ज्ञातयः प्राय:, कलहादितरेतरम् ॥ - કિર્જિતા વ વર્ષને, મન્યિ વા+મતિ . ૪૦૮ .
અર્થ –જ્ઞાતીઓ એક બીજાની સાથે કલહ કરવાથી પ્રાયે પાયમાલ થાય છે. અને તેજ જે એક બીજાની સાથે સંપમાં રહે તો જેમ જલમાં કમલિની વધે છે, તેમ વૃદ્ધિ પામે છે. (૪૦૮)
दारिद्योपद्रुतं मित्रं, नरं साधर्मिकं सुधीः॥
ज्येष्ठं जातिगुणैर्जामि-मनपत्यां च पूजयेत् ॥ ४०९ ॥ * અર્થ-ડાહ્યા માણસે દરિદ્રી અવસ્થામાં આવેલા પોતાના મિત્રની તથા સાધર્મની, પોતાની અપેક્ષાએ જાતિથી અને ગુણથી શ્રેષ્ઠ એવા માણસની અને પિતાની વાંઝણ બેનની આસનાવાસના કરવી. (૪૦૯)
सारमिथ्यान्यवस्तूनां , विक्रयाय क्रयाय च ॥ कुलानुचितकार्याय , नोयच्छेद्गौरवप्रियः ॥ ४१०॥
અર્થ-મોટાઈ જેને ગમતી હોય એવા પુરુષે પારકી સારી નરસી વસ્તુ વેચવા અથવા ખરીદવા તથા પોતાના કુલને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. (૪૧૦).
स्वाङ्गवाद्यं तृणच्छेदं, व्यर्थ भूमिविलेखनम् ॥ नैव कुर्यान्नखैर्दन्त-नखराणां च घर्षणम् ॥ ४११॥
અર્થ –કાંખ ન વગાડવી, શીસેટી ન મારવી, તથા બીજી કોઈપણ રીતે પિતાનું શરીર વાજીંત્રની પેઠે ન વગાડવું, કારણવિના તૃણના કટકા ન કરવા,
થે પોતાના નખથી ભૂમિ ન ખેતરવી, અને નખથી નખ અથવા દાંત ન ઘસવા. ( ૪૧૧ )
"Aho Shrutgyanam"