________________
૧૬૭
વિવેકવિલાસ, આઠમો ઉલ્લાસ. जठरस्यानलः कायो, बालो बालचिकित्सितम् ।। ग्रहो भूतादिवित्रास , ऊर्ध्वाङ्गमूर्द्धशोधनम् ॥ १३९ ॥ शल्यं लोहादि दंष्ट्राहे-र्जरापि च रसायनम् ॥ वृषः पोषः शरीरस्य, व्याख्याष्टाङ्गस्य लेशतः॥ १४०॥
અર્થ –કાય એટલે જઠરાગ્નિ તેના વિકારથી નિપજતા રોગોને મટાડવા તે કાયચિકિત્સા, બાળકને થતા રોગોને મટાડવા તે બાલચિકિત્સા, ભૂત, પિશાચ વિગેરેનો ઉપદ્રવ મટાડવો તે ભૂતચિકિત્સા, હડપચીથી ઉપર આવેલા મુખ, નાસિકા, કર્ણ, નેત્ર, મસ્તક વિગેરેના રોગના ઉપાય કરવા તે ઊર્ધ્વગ ચિકિત્સા, શલ્ય એટલે બાણની અણી વિગેરે શરીરમાં પેઠું હોય તેને બહાર કાઢવાના ઉપાય કરવા તે શલ્યચિકિત્સા, સાદિકના વિષના (ઝેરના) ઉપચાર કરવા તે વિષચિકિત્સા, વૃદ્ધાવસ્થાને અટકાવવાનો તથા યુવાવસ્થા વધારે ટકી રાખવાનો જે ઉપાય તે રસાયન અને જેથી સ્ત્રીસંભોગ યથેચ્છ કરાય એવી શક્તિ શરીરમાં લાવવાના જે ઉપાય તે વાજીકરણ કહેવાય છે. આ રીતે ઉપર કહેલા આઠે અંગની સંક્ષેપમાં વ્યાખ્યા કહી. (૧૩૮) (૧૪૦)
चित्राक्षरकलाभ्यासो, लक्षणं च गजाश्वयोः॥ गवादीनां च विज्ञेयं, विद्वद्गोष्ठी विविक्षुणा ॥ १४१ ॥
અર્થ – વિદ્વાન લેકની સભામાં પ્રવેશ કરવાની ઇચ્છા કરનારે ચિત્રકળા (ચિત્રામણની કળા) અને લેખનકળા (લખવાની કળા) એમનો અવશ્ય અક્યાસ કર. તથા અશ્વનાં (ઘોડાનાં), ગજનાં (હાથીનાં), તથા ગાય, બળદ્ર વિગેરેનાં લક્ષણ પણ જાણવાં. (૧૪૧ )
सामुद्रिकस्य रत्नस्य, स्वमस्य शकुनस्य च ॥ मेघमालोपदेशस्य , सर्वाङ्गस्फुरणस्य च ।। १४२॥ तथैव चाङ्गविद्यायाः, शास्त्राणि निखिलान्यपि ।। ज्ञातव्यानि बुधैः सस्यग, वाञ्छद्भिः कीर्तिमात्मनः॥१४३॥ અર્થ–પિતાના યશની વાંછા કરનાર જાણ પુરૂષોએ ૧ સામુદ્રિકશાસ્ત્ર, ૨
"Aho Shrutgyanam