________________
१६६
विवेकविलासेऽष्टम उल्लास । ગણિત એ પાંચ પ્રકારનું સર્વ શાસ્ત્રમાં વ્યાપી રહેલું ગણિત નિરંતર ભણવું.(૧૩૩)
धर्मशास्त्रश्रुतौ शश्व-ल्लालसं यस्य मानसम् ॥ परमार्थं स एवेह , सम्यग्जानाति नापरः॥ १३४ ।।
અર્થ જે પુરૂષનું મન નિરંતર ધર્મશાસ્ત્ર સાંભળવાની ઘણી ઇચ્છા ધારણ કરતું હોય, તે પુરૂષજ પરમાર્થ સારી પેઠે જાણી શકે છે. બીજું કોઈ જાણી શકતો નથી. (૧૩૪).
ज्योतिःशास्त्रं समीक्ष्यं च, त्रिस्कन्धं विहितादरः॥ गणितं संहिता होरे-त्येतत्स्कन्दत्रयं विदुः॥१३५॥
અર્થ ––ગણિત, સંહિતા અને હેરા એ ત્રણ રકંદ જેના કહેવાય છે, એવું જયોતિશાસ્ત્ર પણ આદરથી જાણવું. (૧૩૫)
प्रकृति भेषजं व्याधि, सात्म्यं देहं बलं वयः॥ कालं देशं तथा वह्नि, विभवं प्रतिचारकम् ॥ १३६ ॥ विजानन सर्वदा सम्यक् , फलदं लोकयोद्धयोः॥
अभ्यसेदैद्यकं धीमान, यशोधर्मार्थसिद्धये ॥ १३७ ॥
અર્થ –રોગીની પ્રકૃતિ, એસિડ, વ્યાધિ, સામ્ય (રોગીને સદવારૂપ વસ્તુની અંદર રહેલો એક ગુણ), શરીર બળ, વય, કાળ, દેશ, જઠરાગ્નિ, વૈભવ અને પ્રતિચારક (રોગીની માવજત કરનાર) એટલી વસ્તુ બરાબર જાણુને બુદ્ધિશાળી પુરૂષે આ લોકમાં તથા પરલોકમાં સારું ફળ આપનારા વૈધક શાસ્ત્રનો યશ, ધર્મ અને ધન એ ત્રણેના લાભને અર્થે નિરંતર અભ્યાસ કર. (૧૩૬ (૧૩૭).
कायबालग्रहोर्द्धाङ्ग-शल्यदंष्ट्राजराविषैः ॥ एतैरष्टभिरङ्गैश्च , वैद्यकं ख्यातमष्टधा ॥ १३८ ॥
અર્થ–૧ કાયચિકિત્સા, ૨ બાલચિકિત્સા, 3 ભૂતચિકિત્સા, ૪ ઉષ્યોગચિકિત્સા, પશલ્ય ચિકિત્સા, ૬ વિશ્વચિકિત્સા, છ રસાયન અને ૮ વાજીકરણ વૈદ્યકશાસ્ત્રના એ આઠ અંગ (ભેદ) પ્રસિદ્ધ છે. (૧૩૮)
"Aho Shrutgyanam