________________
વિવેકવિલાસ, આઠમે ઉલ્લાસ. नात्युच्चै तिनीचैश्च , नानेकाग्रमनास्तथा ॥ न विच्छिन्नपदं चैव , नास्पष्टं पाठकः पठेत् ॥ १२८॥
અર્થ:--વિદ્યાર્થિઓ બહુજ ઘાંટો પાડીને, બહુજ ધીમે, મન બીજે રાખીને, પદ વચ્ચે તૂટી જાય, અને સ્પષ્ટ ઉચ્ચાર ન થાય તેવી રીતે ન ભણવું. (૧૨૮)
शास्त्रानुरक्तिरारोग्यं , विनयोद्यमबुद्धयः ॥
आन्तराः पञ्च विज्ञेया, धन्यानां पाठहेतवः ॥ १२९॥ અર્થ—૧ શાસ્ત્ર ઉપર અનુરાગ (પ્રીતિ), ૨ શરીરે વ્યાધિનો અભાવ, ૩ વિનય, ૪ ઉઘમ, અને બુદ્ધિ એ પાંચ ભણવાનાં અંતરંગ કારણ જાણવાં. તે જેમને મળે તે વિદ્યાર્થીઓ ને ધન્ય છે. (૧૨)
सहाया भोजनं वास, आचार्यः पुस्तकं तथा ॥
अमी बाह्या अपि ज्ञेयाः, पञ्च पाण्डित्यहेतवः॥ १३०॥ અર્થ ––સાથે ભણનારા, ભજન, વસ્ત્ર, ગુરૂ તથા પુસ્તક એ પાંચ ભણવાનાં બાહ્ય કારણ જાણવાં. (૧૩૦ )
संस्कृते प्राकृते चैव, शौरसेने च मागधे॥ पैशाचकेऽपभ्रंशे च , लक्ष्यं लक्षणमादरात् ॥ १३१॥
અર્થ––૧ સરકૃત, ૨ પ્રાકૃત, ૩ શૌસેની, ૪ માગધી, ૫ પિશાચી અને ૬ અપભ્રંશ એ છ ભાષાઓનાં લક્ષણ જાણવાં. (૧૧)
कवित्वहेतुः साहित्यं, तर्को वक्तृत्वकारणम् ॥ बुद्धिवृद्धिकरी नीति-स्तस्मादभ्यस्यते बुधैः॥ १३२ ॥
અર્થ –વિદ્યાર્થી સાહિત્ય શાસ્ત્રના અભ્યાસથી કવિતાની રચના કરી શકે, તર્કશાસ્ત્રના અભ્યાસથી વક્તા થાય, નીતિ શાસ્ત્રના અભ્યાસથી બુદ્ધિ ખીલે, માટે ડાહ્યા પુરૂષે એ શાસ્ત્રાનો સારો અભ્યાસ કરે છે. (૧૩૨)
पाटीगोलकचक्राणां, तथैव ग्रहबीजयोः॥ गणितं सर्वशास्त्रौष-व्यापकं पठ्यतां सदा ॥ १३३ ॥ અર્થ–પાટી ગણિત, ગેલ ગણિત, ચક્ર ગણિત, ગ્રહ ગણિત અને બીજ
"Aho Shrutgyanam