________________
१६८
विवेकविलासेऽष्टम उल्लास:। રત્નપરીક્ષાશાસ્ત્ર, 3 સ્વમશાસ્ત્ર, ૪ શકુન શાસ્ત્ર, ૫ વૃષ્ટિશાસ્ત્ર, ૬ અંગફુરણશાસ્ત્ર અને ૭ શારીરશાસ્ત્ર એમનું પૂર્ણ જ્ઞાન અવશ્ય મેળવવું. (૧૪૨) (૧૪૩)
शास्त्रं वात्स्यायनं ज्ञेयं, न प्रकाश्यं यतस्ततः॥ ज्ञेयं भरतशास्त्रं च , नाचर्यं धीमता पुनः॥१४४॥ ।
અર્થ –--બુદ્ધિશાળી પુરૂષે કામશાસ્ત્રનું જ્ઞાન મેળવવું, પણ જયાં ત્યાં તેનો ફેલાવ ન કરવો. તેમજ નાટકશાસ્ત્ર (નાટક વિગેરેનું શાસ્ત્ર) અવશ્ય જાણવું, પણ પોતે નાટકનો ધંધો ન કરવો. (૧૪૪)
गुरोरतिशयं ज्ञात्वा, पिण्डशुद्धिं तथात्मनः ॥ क्रूरमन्त्रान्परित्यज्य , ग्राह्यो मन्त्रक्रमो हितः॥ १४५॥
અર્થ –વિવેકી પુરૂષે ગુરૂનો અતિશયકે છે, અને પિતાના શરીરની શુદ્ધિ કેવી છે, એ બે વાતનો વિચાર કરીને હિતકારી મંત્ર ગુરૂ પાસેથી ગ્રહણ કરવા. પણ જારણ, મારણ કરનારા દૂર મંત્રનું તો નામ પણ ન લેવું. (૧૫)
(ાય વિપરિવાર) सत्यामपि विषाज्ञायां, न भक्ष्यस्थावरं विषम् ।। पाणिभ्यां पन्नगादींश्च , स्पृशेन्नैव जिजीविषुः॥१४६ ॥
અર્થ –જીવવાની ઈચ્છા કરનાર પુરૂષોએ વિષની આજ્ઞા છતાં પણ સ્થાવરવિષ ભક્ષણ ન કરવું. તથા જંગમ વિષને ધારણ કરનાર સર્પ વિગેરે જાનવરોને પણ હાથે સ્પર્શ ન કરે. (૧૪૬)
जाङ्गल्याः कुरुकुल्लाया-स्तोत्तलाया गरुत्मतः॥ विषार्तस्य जनस्यास्य, का परिचायकः परः ॥ १४७॥
અર્થ –-ઝેરથી પીડાતા મનુષ્યને જાંગુલી, કુરૂકa, તોતલા અને ગરૂડ એ ચાર વિના કણ બીજો રક્ષણ કરનાર છે? (૧૪૭ )
૧ –બચનાગ, ઝેરકુયલે, સોમલ વિગેરે વસ્તુમાં સ્થાવર વિષ અને સર્પ, વીછી વિગેરે પ્રાણીમાં રહેલું જંગમ વિષ કહેવાય છે.
"Aho Shrutgyanam